શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 23 એપ્રિલ 2019 (14:56 IST)

600 રૂપિયા મહિનામાં Reliance Jio આપશે લૈંડલાઈન, બ્રોડબેંડ અને ટીવીનો કૉમ્બો

Reliance Jio GigaFiberને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. લાઈવમિંટની એક રિપોર્ટ મુજબ જીયો ગીગાફાઈબર 600 રૂપિયા મહિને યૂઝર્સને બ્રોડબેંડ, લૈંડલાઈન અને ટીવીની કૉમ્બો સર્વિસ ઉપલબ્ધ કરાવશે.  કંપનીજ્યિ ગીગાફાઈબરની લાંબા સમયથી ટેસ્ટિંગ કરી રહી હતી અને હવે એવુ માનવામાં આવી રહ્યુ છે કે તે જલ્દી જ તેના કમર્શલ યૂઝ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે. 
 
40 ડિવાઈસને કરી શકશે કનેક્ટ 
 
જિયો ગીગાફાઈબરની સર્વિસ હાલ મુંબઈ, દિલ્હી-એનસીઆર, અમદાવાદ, જામનગર સૂરત અને વડોદરામાં કેટલાક પસંદગીના યૂઝર્સને આપવામાં આવી રહી છે અને જલ્દી જ તેને આખા દેશમાં પુરી પાડવામાં આવશે.  600 રૂપિયાના પ્લાન ઉપરાંત યૂઝર્સને 1000 રૂપિયા આપીને તેની કેટલીક એડિશનલ સર્વિસનો ઉપયોગ કરી શકાશે.   આ સાથે જ યૂઝર્સ જિયો ગીગાફાઈબરના સ્માર્ટ હોમ નેટવર્કથી પોતાના 40 ડિવાઈસેઝને પણ કનેક્ટ કરી શકશે. 
 
ચાલી રહી છે પાયલોટ ટેસ્ટિંગ 
 
આ સમયે રિલાયંસ જિયો નવી દિલ્હી અને મુંબઈમાં પોતાના ગીગાફાઈબરની પાયલટ ટેસ્ટિંગ કરી રહ્યુ છે. ટેસ્ટિંગ દરમિયાન આ યૂઝર્સને ફ્રી માં 100જીબી ડેટા 100 Mbpsની સ્પીડથી પુરી પાડી રહ્યુ છે.  જો કે તેમા યૂઝર્સ પાસેથી રાઉટર્સ માટે 4500ની સિક્યોરિટી ડીપોઝીટ પણ લેવામાં આવી રહી છે. 
 
એક વર્ષ માટે ફ્રી સર્વિસ 
 
કંપની જિયો ગીગાફાઈબર દ્વારા યૂઝર્સને ટેલિફોન અને ટીવી સર્વિસ પણ પુરી પાડવાની છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ સેવાને આવનાર ત્રણ મહિનામાં લોંચ કરવામાં આવશે.  કમર્શલ લૉંચ થયા પછી જિયોની આ બ્રોડબેંડ, ટેલિફોન અને ટેલિવિઝન સેવા એક વર્ષ માટે ફ્રી મળશે. ઉલ્લેખનીય છે કે આ સર્વિસ સાથે યૂઝર્સને લૈંડલાઈન માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવશે. સાથે જ ટીવી ચેનલોને યૂઝર્સ સુધી ઈંટરનેટ પ્રોટોકૉલ ટેલિવિઝન દ્વારા પુરી પાડવામાં આવશે. 
 
સીસીટીવી ફુટેજ કરી શકશે સ્ટોર 
 
100 Mbpsની સ્પીડ સાથે જિયો ગીગાફાઈબરની મદદથી યૂઝર્સ પોતાના ઘર અને ઓફિસમાં લાગેલા સીસીટીવી ફુટેજ સાથે જ અન્ય ડેટાને પણ ક્લાઉડ પર સ્ટોર કરી શકે છે. અને તેને કોઈપણ ડિવાઈસ દ્વારા ક્યાય પણ એક્સેસ કરી શકાશે. 
 
 
બીએસએનએલની FTTH સર્વિસને આપશે ટક્કર 
 
જિયો ગીગાફાઈબરને ટક્કર આપવા માટે  બીએસએનએલએ પોતાની FTTH પ્લાનમાં પણ અનેક ફેરફાર કર્યા છે. સબ્સક્રાઈબર્સને બનાવી રાખવા માટે બીએસએનએલ યૂઝર્સ 
ને બ્રોડબેંડ પ્લાન્સ પર 25 ટકાનો કૈશબેંક આપી રહ્યુ છે. આ સાથે જ બીએસએનએલ્ની ફાઈબર સર્વિસ લેવા પર યૂઝરને કોઈ પ્રકારનો ઈંસ્ટોલેશન ચાર્જ નહી આપવો પડે.  શરૂઆતમાં બીએસએનએલ પોતાના ફાઈબર સેવાને ઈંસ્ટોલ કરવા માટે 500 રૂપિયાનો ચાર્જ કરતુ હતુ.