ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 13 માર્ચ 2024 (16:30 IST)

Loksabha Election 2024 - બીજી યાદી બાદ કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારોને ફોન કર્યો, જાણો કઈ બેઠક પર કોને ફોન આવ્યે

gujarat congress
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસે ગઈકાલે સાત ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપે 15 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરથી ચૂંટણી લડશે. ત્યારે હવે ફરીવાર કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોને તૈયારી શરૂ કરી દેવા માટે ફોન કરવામા આવ્યાં છે. જેમાં જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે.પી. મારવિયાને ફોન કરીને ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.જે.પી.મારવિયા હાલ જિલ્લા પંચાયતનાં વિપક્ષના નેતા છે તેઓ જિલ્લા પંચાયતની કાલાવડની સીટ જીત્યા હતા હવે તેઓ ભાજપના પૂનમબેન માડમ સામે મેદાનમાં ઉતરશે. 
 
હજુ બે દિવસમાં બીજી યાદી આવે તેવી શક્યતા 
ગઈકાલે કોંગ્રેસ દ્વારા ગુજરાતના સાત ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. હવે 19 બેઠકો પરના ઉમેદવારો લગભગ ફાઈનલ થઈ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ ઉમેદવારોની માત્ર ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી બીજી યાદીમાં ગુજરાત લોકસભાની સાતેય બેઠકો પર 6 ઉમેદવાર એવા છે કે જે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. એકંદરે કોંગ્રેસે એકના એક જ ચહેરાઓને મેદાનમાં ઉતારવાની નિતીને આ વખતે બદલીને નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે એમાં પણ7 ઉમેદવાર પૈકી 4 ઉમેદવાર 50 વર્ષથી નીચેની વયના છે.હજુ બે દિવસમાં બીજી યાદી આવે તેવી શક્યતા છે. એકંદરે અમરેલી અને આણંદ બેઠક પર ઉમેદવારો માટે ગડમથલ ચાલી રહી છે.
 
સાત બેઠકો પર કોણ કોની સામે ટકરાશે
ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ભાજપના રેખાબેન સામે ચૂંટણી લડશે.અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના દિનેશ મકવાણા અને કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે જંગ જામશે. બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી સામે ચૂંટણી લડશે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયાને કોંગ્રેસના લલિત વસોયા ટક્કર આપશે. જ્યારે કચ્છમાં કોંગ્રેસના નીતિશ લાલન ભાજપના વિનોદ ચાવડા સામે જંગમાં ઉતરશે. જ્યારે જામનગર બેઠક પર ભાજપના રીપિટ ઉમેદવાર પૂનમબેન માડમ સામે કોંગ્રેસના જે.પી.મારવિયા જંગ લડશે.