ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2024 (15:41 IST)

વલસાડમાં ધવલ પટેલને હટાવવા લેટર બોમ્બ, ઉમેદવાર બદલવા પત્ર લખાયા

dhaval patel
dhaval patel

લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને વલસાડ જિલ્લા સહિત દેશભરમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણીનો જંગ છેડાઈ રહ્યો છે. વલસાડની લોકસભા બેઠક ખૂબ જ મહત્ત્વની બેઠક છે. આ બેઠક જીતે તેની સરકાર બને છે. જેને લઈને આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ એડીથી ચોટીનું જોર લગાવી રહી છે.
dhaval patel


જોકે, છેલ્લા 10 દિવસથી આ બેઠકના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે, ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ધવલ પટેલને હટાવીને નવા ઉમેદવારને ટિકિટ આપવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી સીઆર પાટીલથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યા છે. આ બાબતે ભાજપ આ પત્રો પાછળ વિપક્ષની ચાલ કહે છે તો કોંગ્રેસે આ પત્ર પાછળ અમારો કોઈ હાથ નથી તેવી સ્પષ્ટતા કરી છે.વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ધવલ પટેલને ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા ભાજપના કાર્યકારોમાં ભારે નારાજગી હોવાની અને ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હોવાની પત્રિકા સોશિયલ મીડિયામાં પત્રિકા વાઇરલ થઈ હતી. ત્યારે BJPના ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ BJPના કાર્યકારોમાં ભારે નારાજગી હોવા અંગેની અલગ અલગ 3 પત્રિકાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે.