બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (15:13 IST)

50 ફૂટની ઊંચાઈથી પડ્યો ઝૂલો, 15 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત

પંજાબના મોહાલીમાં રવિવારે એક મોટી દુર્ઘટના બની છે હતી. શહેરના ફેજ આઠના દશેરા ગ્રાઉન્ડના મેળામાં એક ઝૂલો પડતા 16 લોકો ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. જો કે તુરંત જ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે  
પંજાબના મોહાલીના ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડમાં લંડન બ્રિજ મેળો ચાલી રહ્યો છે. રવિવારના રજાનો દિવસ હોવાથી ત્યાં મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. મેળામાં એ સમયે અચાનક ખળભળાટ મચી ગયો હતો જ્યારે ડ્રોપ ટાવરનો ઝૂલો 50 ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડી ગયો હતો. કોઇ કંઇ કરી શકે કે વિચારી શકે એ પહેલા ઝુલા સહિત તેમાં બેઠેલા લોકો જમીન પર પટકાયા હતા. જણાવી દઈએ કે અકસ્માત સમયે ઝૂલા પર 30થી વધુ લોકો હતા