સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (11:26 IST)

બસ ખીણમાં ખાબકી, 5 મોત 40 ઘાયલ

આંધ્ર પ્રદેશમાં તિરુપતિ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, પાંચના મોત અને 40 ઘાયલ. આ મામલો અનંતપુર જિલ્લાના ધર્માવરમનો છે, જ્યાં લગ્ન પહેલાની સગાઈ માટે શનિવારે લગભગ 50 લોકો બસ દ્વારા તિરુપતિ જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકો પણ છે. 
 
અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. એક ખાનગી બસ શનિવારે અનંતપુર જિલ્લાના ધર્માવરમથી તિરુપતિ જવા રવાના થઈ હતી. એક વળાંક પાર કરતી વખતે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ નીચે ખાડામાં પડી હતી અને ખાડામાં પડતાં અનેક વૃક્ષો સાથે અથડાઈ હતી.