ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 એપ્રિલ 2022 (18:23 IST)

ક્રૂર માતાઃ 9 માસના બાળકને માર મારી પછાડતો Video

જમ્મુ-કાશ્મીર પોલીસે સાંબા જિલ્લાની એક મહિલાનો વીડિયો વાઇરલ થયો છે, જેના આધારે તેની ધરપકડ કરી છે. વીડિયોમાં આ મહિલા પોતાના 9 મહિનાના બાળકને ક્રૂરતાથી માર મારતી જોવા મળે છે. તેને ઉઠાવી ઉઠાવીને ફેંકી રહી હતી અને બાળક સતત રડી રહ્યું હતું. આ વીડિયો એટલો ભયાનક છે કે તેને જોઈને ભલભલાની રુંવાડાં ઊભાં થઈ જશે.
 
45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. મહિલા તેને ચૂપ કરાવે છે, પરંતુ તે ચૂપ નથી થતો. એને કારણે મહિલા તેને ક્રૂરતાપૂર્વક માર મારે છે. તેના ચહેરા પર તમાચા પણ મારે છે.