ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (11:30 IST)

જાણો શુ છે કલમ 35A અનેે કલમ 370 જેને થઈ રહ્યો છે આટલો વિવાદ

ભારતીય બંધારણની કલમ 370 આ વખતે લોકસભા ચૂંટણીમાં એક ચર્ચાનો વિષય રહી. બંધારણની આ કલમ હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો કરવામાં આવ્યો છે.
 
મોદી સરકારમાં મંત્રી ડો. જીતેદ્ન સિંહે કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 પર ચર્ચા માટે સામાન્ય સહમતિ બની ગઈ છે. સિંહના આ નિવેદન પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ ધમકી આપી છે કે કલમ 370 રહેશે અથવા તો જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ નહી રહે. 
 
આવો જાણીએ કે બંધારણની આ  કલમ 35A અનેે કલમ 370 છે શુ ?
 
- કલમ 35A જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભા ને રાજ્ય ના કાયમી નિવાસીઓની વ્યાખ્યા કરવાનો તથા આ કાયમી રેહવાસીઓને વિશેષ અધિકારો આપવાની સત્તા આપે છે.આ કલમ પ્રમાણે રાજ્ય જે નાગરિકો ને કાયમી જાહેર કરે છે તેવા લોકો જ કેવળ રાજ્ય માં મિલકત ખરીદવા, સરકારી નોકરી મેળવવા તથા વિધાનસભાની ચુંટણીમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે.
 
-  આ કલમ નું મૂળ છેક ઈ.સ. 1927માં મળે છે જયારે જમ્મુના ડોગરા લોકોએ એવો ભય દર્શાવીને મહારાજા હરિસિંહનો સંપર્ક કર્યો હતો કે પંજાબમાંથી રાજ્યમાં આવી રહેલા લોકો સરકારી નોકરીઓમાં નિયંત્રણ મેળવી લેશે. આ દહેશતના લીધે મહારાજાએ 1927 અને 1932માં એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના વિષયો અને અધિકારો ની વ્યાખ્યા કરાઈ હતી.
 
- હરીસિંહે ભારતમાં રાજ્યને વિલય કરવાનું વિચાર્યુ અને વિલય કરતી વખતે તેમણે 'ઈસ્ટ્રમેંટ ઓફ એકંસેશન' નામના દસ્તાવેજ પર સાઈન કર્યા હતા. જેનુ માળખુ શેખ અબ્દુલ્લાએ તૈયાર કર્યુ હતુ. જ્યાર પછી ભારતીય બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો.
 
- આઝાદીના સમયે જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ નહોતો. આવામાં રાજ્ય પાસે બે વિકલ્પો હતા કે એક તો એ ભારતમાં જોડાય જાય કે પછી પાકિસ્તાનમાં જોડાય જાય. જમ્મુ કાશ્મીરના મોટાભાગના લોકો પાકિસ્તાનમાં જોડાવવા માંગતા હતા. પણ તત્કાલિન શાસક હરિસિંહનું ભારત તરફ નમતુ હતુ. 
 
- શેખ અબ્દુલ્લાને તત્કાલીન ભારતીય પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ જમ્મુ કાશ્મીરના પ્રધાનમંત્રી બનાવી દીધા હતા. 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલના સ્થાને સદર-એ-સિયાસત અને મુખ્યમંત્રીના સ્થાને પ્રધાનમંત્રી હતા. કલમ 370ને કારણે જ જમ્મુ કાશ્મીરનો પોતાનો જુદો ઝંડો અને પ્રતિક ચિહ્ન પણ છે. 
 
કેન્દ્રના કાયદા લાગૂ નહી - કલમ 370 હેઠળ ભારતના બધા રાજ્યોમાં લાગૂ થનારા કાયદા આ રાજ્યમાં લાગૂ નથી થતા. ભારત સરકારે ફક્ત રક્ષા, વિદેશ નીતિ નાણાકીય અને કમ્યુનિકેશન જેવી બાબતોમાં જ દખલગીરી કરી શકે છે. 
આ ઉપરાત સંઘ અને સમવર્તી યાદી હેઠલ આવનારા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદો નથી બનાવી શકતી.
 
રાજ્યની નાગરિકતા, પ્રોપર્ટીની ઓનરશિપ અને અન્ય બધા મૌલિક અધિકાર રાજ્યના અધિકારક્ષેત્રમાં આવે છે. આ બાબતોમા કોઈ પ્રકારનો કાયદો બનાવતા પહેલા ભારતીય સંસદે રાજ્યની અનુમતિ લેવી જરૂરી છે. જુદી પ્રોપર્ટી ઓનરશિપ હોવાને કારણે કોઈ બીજા રાજ્યને ભારતીય નાગરીક જમ્મુ કાશ્મીરમાં જમીન કે અન્ય પ્રોપર્ટી ખરીદી શકતા નથી. 
આ સાથે જ ત્યાના નાગરિકોની પાસે બેવડી નાગરિકતા હોય છે. એક નાગરીકતા જમ્મુ કાશ્મીરની તો બીજી ભારતની હોય છે. અહી બીજા રાજ્યના નાગરિક સરકારી નોકરી મેળવી શકતા નથી.
 
અહીંના બંધારણ ભારતના બંધારણથી જુદા છે. આઝાદી સમયે જમ્મુ કાશ્મીરની જુદી બંધારણ સભાએ અહીનું બંધારણ બનાવ્યુ હતુ. અનુચ્છેદ 370(એ) માં પ્રદત્ત અધિકારો હેઠળ જમ્મુ કાશ્મીરનુ બંધારણ સભાનુ અનુમોદન પછી 17 નવેમ્બર 1952ને ભારતના રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 370ને રાજ્યમાં લાગૂ થવાનો આદેશ આપ્યો. 
 
 
કટોકટી લાગી શકતી નથી
 
અનુચ્છેદ 370 ને કારણે જ કેન્દ્ર રાજ્ય પર કલમ 360 હેઠળ આર્થિક કટોકટી જેવો કોઈપણ કાયદો રાજ્ય પર થોપી શકાતો નથી. જેમા રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને બરતરફ નથી કરી શકતા. કેન્દ્ર રાજ્ય પર યુદ્ધ અને બહારી આક્રમણ બાબતે જ કટોકટી લગાવી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્યની અંદરની ગડબડોને કારણે ઈમરજેંસી નથી લગાવી શકાતી. તેને આવુ કરતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવાની હોય છે.
 
કોઈ ફેરફાર નહી.
 
જો કે કલમ 370માં સમયની સાથે સાથે અનેક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. 1965 સુધી અહી રાજ્યપાલ અને મુખ્યમંત્રી હોતા નહોતા. તેમના સ્થાને સદર એ સિયાસત અને પ્રધાનમંત્રી રહેતા હતા. જેને પાછળથી બદલવામાં આવ્યા. આ ઉપરાંત પહેલા જમ્મુ કાશ્મીરમાં ભારતીય નાગરિક જતો તો તેને પોતાની સાથે ઓળખ પત્ર રાખવુ જરૂરી હતુ. જેનો પછી ખૂબ વિરોધ થયો. વિરોધ થયા પછી આ પ્રાવધાન ત્યાથી હટાવવામાં આવ્યુ.