રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2023 (18:14 IST)

Menstrual and Sexual Awareness : ભાઈએ બહેનની કરી હત્યા, પીરિયડ બ્લડ જોઈને શારીરિક રિલેશન બનાવવાનો થયો હતો શક

murder
મહારાષ્ટ્રમાંથી એવી એક ઘટના સામે આવી છે જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે.  મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગરની આ ઘટના છે. અહીં એક ભાઈએ પોતાની બહેનની હત્યા કરી નાખી. તેનું કારણ એ છે કે પહેલીવર  ટાઈમમાં બેસેલી બહેનના કપડા પર લોહીના ડાધ જોઈને ભાઈને શંકા ગઈ કે તેણીએ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે. બસ પછી તો શુ હતુ કે આ જ શકમાં ભાઈએ પોતાની નાની બહેનની મારી મારીને હત્યા જ કરી નાખી. બાળકીની વય 12 વર્ષની બતાવાય રહી છે. 
 
તપાસ પછી ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી 
 
મંગળવારે બપોરે લગભગ 2 વાગે 12 વર્ષીય બાળકીને તેના પરિવારના લોકો સારવાર માટે કેન્દ્રીય હોસ્પિટલ લઈને આવ્યા. એ સમયે ડ્યુટી પર ગોઠવાયેલા ચિકિત્સા અધિકારી ડૉ. પ્રતીકે તેની તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કરી. સાથે જ તેના શરીર પર વાગવાના નિશાન જોઈને  
 
મંગળવાર બપોરે લગભગ 2 વાગે 12 વર્ષીય બાળકીને તેના પરિજન સારવાર માટે કેન્દ્રીય હોસ્પિટલ લઈને આવો. એ સમય ડ્યુટી પર ગોઠવાયેલ ચિકિત્સા અધિકારી ડો. પ્રતીકે તેની તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કરી દીધો. સાથે જ તેના શરીર પર વાગવાના નિશાન થવાના કારણે આ ઘટનાની સૂચના તરત કેન્દ્રીય પોલીસ આપવામા& આવી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.  આરોપીને નામ અને ઘટના વિશે પુછવામાં આવ્યુ. તેને એ પણ કબૂલી લીધુ કે તેણે બહેનની મારી-મારીને હત્યા કરી નાખી. 
 
પૂછતો રહ્યો - કોઈ છોકરા સાથે શારીરિક રિલેશન છે ?
 
 આરોપી ભાઈએ પૂછપરછમાં બતાવ્યુ કે ત્રણ દિવસ પહેલા તેની બહેનને પહેલીવાર બ્લીડિંગ થયુ હતુ. તે વારેઘડીએ તેને પૂછતો હતો કે શુ તેના કોઈ છોકરા સાથે શારીરિક રિલેશન છે.  પણ એ કશુ ન બોલી.  ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી વારંવાર બહેનને લાકડી દંડાથી મારતો રહેતો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી આવવા વિશે પૂછી રહ્યો હતો.  જ્યારે નાની બહેને આ વિશે કશુ ન કહ્યુ તો તેણે તેને લોખંડના ચિમટા વડે મારી અને તે જમીન પર પડી ગઈ.  આરોપીએ કબૂલ કર્યુ કે તેને સારવાર માટે કેન્દ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, કારણ કે તે ઉઠી નહોતી અને કશુ બોલી શકતી નહોતી.