CM નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બથી હુમલો:મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાને પેટ્રોલ-બોમ્બથી હુમલો
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાને પેટ્રોલ-બોમ્બ ફેંકવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નિવાસસ્થાને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. જો કે, આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, મેઘાલયના પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફિલ્ડ થાંગખ્યૂના મોત પછી હિંસા વધતી જાય છે. મળતી માહિતી પ્રમાણે, વધતી જતી હિંસા અને વિરોધ પ્રદર્શનને કારણે શિલોન્ગમાં બે દિવસનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે
રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે કર્ફ્યૂ 17મી ઓગસ્ટ સુધી લાગુ રહેશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે મંગળવારે સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.