ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Updated : શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (17:07 IST)

રાજીવ ગાંધી : ભરતનાના સૌથી યુવા વડાપ્રધાન

rajeev gandhi
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારની ત્રીજી પેઢીના વારસદાર હતાં. દેશના સૌથી યુવા વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પણ તેમના નામે જ છે. તેમને આધુનિક ભરતના શિલ્પી પણ માનવામાં આવે છે.
 
પ્રારંભિક જીવન : તેમનો જન્મ ૨૦મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ મુંબઈના મહારાષ્ટ્રમાં થ્યો હતો. તેમની માતાનું નામ ઈંદિર ગાંધી અને પિતાનું નામ ફિરોજ ગાંધી હતું. તેમના પર્વારમાં પત્ની સોનિયા ગાંધી અને બે સંતાન પ્રિયંકા અને રાહુલ ગાંધી છે. માતા ઇંદિર ગાંધી ઘણા લાંબા સમય સુધી દેશના વડાપ્રધન રહ્યા હતા.
 
રાજનૈતિક જીવન : દેશના સૌથી મોટા અને રાજનૈતિક પરિવારમાંથી આવતા રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ વિશેષ રસ નહોતો અને તેઓ એક એરલાઈન્સમાં પાયલોટની નોકરી કરતા હતા. કટોકટી સિવાય જ્યારે ઇંદિરા ગાંધીને સત્તા છોડવી પડી હતી ત્યારે તેઓ પણ થોડો સમય પરિવારની સાથે વિદેશ રહેવા ચાલ્યા ગયા હતાં. સન. ૧૯૮૦માં તેમના નના ભાઈ સંજય ગાંધીનું પ્લેન અકસ્માતમાં અકાળે અવસાન થયા બાદ રાજીવે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. સન. ૧૯૮૧માં અમેઠી બેઠક પરથી સંસદસભ્ય બન્યા હતાં. ૧૯૮૫ થી ૧૯૯૧ સુધી તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતાં.
 
૧૯૮૪માં વડાપ્રધાન બન્યા : તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીની ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪માં હત્યા થયા બાદ રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતાં. જ્યારે ઇંદિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાજીવને તે જ દિવસે વડાપ્રધાન પદ પર સોગંધવિધિ કરવામાં આવી હતી થોડા દિવસો બાદ તેમને કોંગ્રેસ(આઇ) પક્ષના નેતા પણ ચુંટી કાઢવામાં આવેલા. તેઓ ૩૧મી ઓક્ટોબર ૧૯૮થી  ડિસેમ્બર ૧૯૮૯ સુધી ભારતના વડા પ્રધાન પણ રહ્યા. તેમને દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન”થી પણ સન્માનવામાં આવ્યા હતાં.
 
વિશેષ : રાજીવ ગાંધીનો કાર્યકાળ બધું મળીને મિશ્ર રહ્યો હતો. તેમને કેટલીય નવતર શરુઆતના જનક પણ માનવામાં આવે છે, જેમાં સંચાર એટલે કે સંદેશા વ્યવ્હાર ક્રાંતિ, કોમ્પ્યુટર ક્રાંતિ, શિક્ષણનો પ્રસાર, ૮ વર્ષના યુવાનોને મતાધિકાર, પંચાયતી રાજ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમણે અમુક જોખમી પરંતુ સાહસિક પગલાં પણ લીધા હતાં જેમાં આસામ સમજૂતી, પંજાબ સમજૂતી, મિઝોરમ સમજૂતી, શ્રીલંકામાં શાંતિ સેના મોકલવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.
 
તેમના કાર્યકાળનો સૌથી ખરાબ દાગ બોફોર્સ કાંડ છે. આનાથી તેમની બદનામીની સાથોસાથ સત્તા પણ છોડવી પડી હતી. ૨મી મે ૧૯૯૧ના દિવસે ૪૬ વર્ષની ઉંમરે રાજીવ ગાંધીની હત્યા તમિલનાડુ રાજ્યમાં એલ.ટી.ટી.ઈ.ના આત્મઘાતી વિસ્ફોટમાં તેમનું મૃત્યુ થયુ હતું.