1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 29 ઑક્ટોબર 2023 (14:00 IST)

અમદાવાદીઓ, ઘી અને પનીર ખાધા પેહલા ચેતજો

Ahmedabad News: દિવાળીના તહેવારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે.
 
તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. અમદાવાદીઓસાથે થાય છે ચેડા ન થાય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે . તહેવારી સીઝનમાં ઘી અને પનીર ખરીદતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે  જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા વાસી તથા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ રોકવા કમિશનરની તાકીદ બાદ ઘી-પનીરના નમૂના તપાસમાં ફેલ થયા છે. AMC દ્વારા લેવામાં આવેલા ઘી-પનીરના નમૂના મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા બાદ શહેરમાં અનેક જગ્યાએ સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓ વેચાતી હોવાનું પૂરવાર થઈ રહ્યું છે.  
 
પ્રાપ્ત વિગતો અનુસાર પાલડી સીએનજી પંપ પાસે આવેલા જલારામ પરોઠા હાઉસમાંથી ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લીધા હતા. જે મ્યુનિ, પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. 
 
મેમનગર સુભાષ ચોક પાસે આવેલ શ્રીજી ડેરી પાર્લરનું ઘીનું સેમ્પલ ફેલ થયુ છે.   
માધુપુરામાં ટાકાટુકા ટ્રાન્સપોર્ટ પાસે એચ.પી ફૂડ્સમાંથી લીધેલ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ
સહજાનંદ ઘી પાર્લરમાંથી લેવામાં આવેલું ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર