સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (16:30 IST)

મઘુમાખીઓએ ખોલી નાખ્યુ કોલ્ડ ડ્રિંકની બોટલનુ ઢાંકણ, VIDEO જોઈને તમે પણ હસી પડશો

કોશિશ કરનારાઓની ક્યારેય હાર નથી થતી.. આ કહેવત આમ તો માણસો માટે કહેવાય છે, પણ બે મઘુમાખીઓએ આને સાચી સાબિત કરી દીધી છે. જી હા, મઘુમાખીઓએ, સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં બે મઘુમાખીઓને કોલ્ડ ડ્રિંક્સની એક બોટલનુ ઢાંકણ ખોલવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે. 
 
વાયરલ વીડિયોને જો સાચુ માનીએ તો મઘુમાખીઓએ કોશિશ કરવા ઉપરાંત, સફળતા પૂર્વક તેને ખોલી પણ નાખી. આમ તો મઘુમાખીઓના આ પ્રયાસ માટે 'એકતામાં બળ છે' જેવી કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે. 
 
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઘનરાજ નાથવાનીએ આને ટ્વીટ કર્યુ. તેમણે લખ્યુ, એવુ લાગે છે કે આ મઘુમાખીઓ હકીકતમાં ખૂબ ઝડપથી વિકસિત થઈ રહી છે.