Corona Gujarat Live Update - આજે કોરોનાના આવ્યા 3280 કેસ, આવનારા 30 દિવસ ભારત માટે ખૂબ જ ક્રિટીકલ
ગુજરાતમાં આજે સતત 3જા દિવસે કોરોનાના કેસ 3000ને પાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3260 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 તથા રાજકોટમાં 2 અને વડોદરામાં 1 મળી કુલ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. 17 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4591એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.24 ટકા થયો છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.
આજે પણ કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો
છેલ્લા 24 કલાકમાં 3280 નવા કેસ
આજે 2167 દર્દીઓ સાજા થયા
અમદાવાદ 7, સુરત 7, રાજકોટ , વડોદરા 1 - 1 મોત
શહેરોમાં કેસ
અમદાવાદ 798
સુરત 615
વડોદરા 218
રાજકોટ 321
ભાવનગર 65
જામનગર 81
સુરેન્દ્રનગર 12
રાજ્યમાં એક્ટિવ કેસ 17348
09:06 PM, 6th Apr
- અમદાવાદમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ, 100 ખાનગી હોસ્પિટલમાં 744 બેડ જ ખાલી, માત્ર 54 વેન્ટિલેટર જ વધ્યા છે
- કોરોનાનો કહેર વધતાં ત્રણ દિવસમાં હોસ્પિટલો અને બેડની સંખ્યા વધારી દેવાઈ
- અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 100 ખાનગી હોસ્પિટલો અને તેમાં બેડ દર્દીઓથી ભરાઈ રહ્યા છે. 50 જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. જેમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. 100 ખાનગી હોસ્પિટલોમા 6 એપ્રિલને મંગળવારે સવાર સુધીમાં 744 જેટલા જ બેડ અને 54 વેન્ટિલેટર જ વધ્યા છે.
- ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.
08:41 PM, 6th Apr
અમરેલી : સામાજિક અને રાજકીય આગેવાનો કોરોનાની ઝપેટમાં
અમરેલી જિલ્લા વિહિપ ના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી ને કોરોના પોઝિટિવ
અમરેલી શહેર ભાજપ પ્રમુખ અને નગરપાલિકા ના ભાજપ ના 3 સભ્યો પણ કોરોના પોઝિટિવ