બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (15:20 IST)

અમદાવાદનું કપલ લગ્ન બાદ હનીમૂન પર બેંગકોક ગયું, પત્નીએ વિદેશમાં દારૂ ના પીધો તો પતિએ ત્યાં જ થપ્પડ મારી

અમદાવાદના શ્રીમંત પરીવારની દીકરીના લગ્ન સમાજના રિવાજ મુજબ થયા હતાં. લગ્નના એક સપ્તાહ બાદ પતિ-પત્ની હનીમૂન માટે બેંગકોક ગયા હતાં. જ્યાં હોટલમાં પતિ દારૂ પી ગયો અને પત્નીને પણ દારૂ પીવા માટે મજબૂર કરી હતી. પણ વણિક પરિવારની દીકરીએ દારૂ પીવાની ના પાડતા પતિએ પત્નીને લાફો ઝીંકી દીધો હતો. આ મામલો ઉગ્ર બન્યો અને ભારત આવ્યા બાદ પણ ઝઘડો ચાલુ રહ્યો હતો. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. પાલડી પોલીસે હાલ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં નિશા (નામ બદલ્યું છે ) એ તેનાં પતિ રાકેશ (નામ બદલ્યું છે )અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. નિશાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાકેશના અગાઉ લગ્ન થયા હતા પણ પત્ની સાથે અણબનાવ રહેતા તે બન્ને વચ્ચે છુટા છેડા થઈ ગયા હતાં. ત્યાર બાદ સમાજના રિવાજ મુજબ રાકેશ અને નિશાના લગ્ન થયા હતા.​​​​​​​લગ્ન બાદ નિશા રાકેશના ઘરે રહેવા ગઈ હતી. થોડા દિવસ બાદ રાકેશ અને નિશા હનીમૂન માટે બેંગકોક ગયા હતાં. જ્યાં રાકેશે ખૂબ દારૂ પી લીધો હતો અને નિશાને દારૂ પીવા માટે બળજબરી કરતો હતો. નિશાએ ના પાડી દેતા રાકેશે નિશાને લાફો મારી દીધો હતો. ત્યાર બાદ બન્ને અમદાવાદ આવ્યા હતા. ​​​​અમદાવાદ આવ્યા બાદ નિશા અને રાકેશનો ફરી ઝઘડો થયો હતો. રાકેશ અને નિશા વચ્ચે મારા મારી સુધી મામલો પહોંચી ગયો હતો. અને ત્યાર બાદ સાસરીયા પણ નિશા સાથે ઝઘડો કરતા હતા. પત્નીએ જ્યારે સાસુને કીધું કે, તમારો દીકરો મને મારે છે તો સાસુએ સામે કહ્યું કે તેં મારા દિકરાને માર માર્યો. સાથે જ સાસરીમાં સતત રૂપિયાની માંગણી અને ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે નિશાએ પાલડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.