બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 જૂન 2019 (12:00 IST)

ઊંઝા માર્કેટ યાર્ડમા નારણકાકાના શાસનનો અંત, ભાજપના ધારાસભ્યની પેનલના ઉમેદવારો જીત્યા

ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી. તેમણે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, તો ખેડૂતો અને વેપારીઓએ તથા તેમના સમર્થકોએ તેમને ખભા પર ઉંચકીને જીતના વધામણા કર્યા હતા. મતગણતરી બહાર ફટાકડા ફૂટ્યા હતા, અને ગુલાલનો છોળો ઉડાવાઈ હતી. આ સાથે જ નારણ કાકાના વર્ષો જૂના દબદબાનો અંત આવ્યો છે. 
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ઘણા ખેલ ખેલાયા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા ડોક્ટર આશાબેન પટેલ પર સૌની નજર હતી.  આશાબેને બળવો પોકાર્યો ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે તેમને ઊંઝા વિધાનસભાની ટિકિટ અપાશે તેમજ તેમના વિશ્વાસુ લોકોને ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ તાસકમાં ધરાશે. એ ધારણા પણ હવે સાચી પડી છે.
વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના બાગી નેતા આશાબેનને ટિકિટ આપી હતી. જેમાં તેમનો ભવ્ય વિજય પણ થયો હતો, ત્યારબાદ ગઈકાલે યોજાયેલી ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ આશાબેનની વિકાસ પેનલના ઉમેદવારો ભાજપના દિગ્ગજ નેતા નારાયણ પટેલની વિશ્વાસ પેનલના ઉમેદવારો સાથે ટકરાયા હતા.
આજે સવારે ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને પડકાર આપનારા નારાયણ કાકાનો ખુબ જ શરમજનક પરાજય થયો છે. એટલું જ નહીં ઉંઝા એપીએમસી માર્કેટના ચેરમેન અને નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ પણ ચૂંટણી હારી ગયા છે. તેમને 25 માથી માત્ર છ મત મળ્યા છે જ્યારે તેમના વિરોધી અને આશાબેનના વિશ્વાસુ એવા દિનેશ પટેલને 25માંથી 23 મળ્યા છે.
નારાયણ કાકાની પેનલના તમામ ઉમેદવાર હારી ગયા છે, જ્યારે ડોક્ટર આશા પટેલની વિકાસ પેનલના તમામ આઠ ઉમેદવારોનો વિજય થયો છે. આમ વર્ષો સુધી ઊંઝા એપીએમસીમાં કબજો જમાવનારા નારાયણ કાકા અને તેમના પુત્ર ગૌરાંગ પટેલને ઘર ભેગા થવાનો વારો આવ્યો છે. એવું મનાય છે કે ઊંઝા એપીએમસી પર કબજો લેવા માટે જ આશા પટેલે કોંગ્રેસમાં બળવો કર્યો હતો. ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ ગુજરાતમાં આર્થિક રીતે સૌથી મજબૂત માર્કેટિંગ યાર્ડ છે. અહીંથી અબજો રૂપિયાના જીરાની વિદેશમાં નિકાસ થાય છે. વર્ષે અબજો રૂપિયા ધરાવતા ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં કુલ 313માંથી 311 મત પડ્યા હતા. આ ચૂંટણીમાં વેપારી વિભાગમાંથી 94 ટકા મતદાન થયું હતું, જ્યારે ખેડૂત વિભાગમાંથી 99 ટકા જેટલું મતદાન થયું હતું.
ઊંઝા એપીએમસી નાનકડી યાર્ડની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપના જ બે જૂથો આમને-સામને ચૂંટણી લડ્યા છે. આ ચૂંટણીમાં હાર થતાં સૂત્રો જણાવે છે કે નારાયણકાકાને વિશ્વાસ ચેનલ પર તેમના સમર્થકોએ જ આ વિશ્વાસ મૂક્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં પત્રની રાજકીય કારકિર્દી પર પણ લગભગ પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. ભાજપ હાઇકમાન્ડે ફરી એકવખત વખત સાબિત કરી આપ્યું છે કે પક્ષમાં તેમની વિરુદ્ધ બોલનારા કે બળવો કરનારને ભાજપ તેમની ઓકાત બતાવી દે છે. બપોર સુધીમાં તમામ પરિણામ આવી જશે.
 
 
 
Attachments area