શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (17:12 IST)

ગોધરાકાંડના આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો

16 વર્ષ જૂના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં વોન્ટેડ આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. તેના પર હત્યાનો પ્રયાસ અને કાવતરું ઘડવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 16 વર્ષે આરોપી ઝડપાતા ગોધરા ટ્રેન સળગાવવાનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. પંચમહાલ પોલીસે યાકુબ પાતળીયા નામના આરોપીને દબોચી લીધો હતો. ગોધરા કાંડના વોન્ટેડને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. મળેલી બાતમીને આધારે પંચમહાલ પોલીસે ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંતી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રેન સળગાવીને અંદર મુસાફરી કરતાં કારસેવકોને જીવતાં ભુંજી દેવાયા હતા. ત્યારબાદ રાજ્યભરમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યા હતા.