1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (13:07 IST)

ગુજરાતમાં નશાકારક કફ સીરપ વેચતી 37 દવાની દુકાનો અને 35 પેઢીઓના પરવાના રદ

અમદાવાદ, અમદાવાદ શહેર, ગાંધીનગર જિલ્લા તથા અન્ય સ્થળોએ કોડીન ઘટક તત્વ ધરાવતી નશાયુક્ત દવાઓના વેચાણ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ ૧૫૦ દવાની દુકાનો ખાતે તપાસ કરવામાં આવી હતી, જેમાં ૨૭ દવાની દુકાનોમાં નશાયુક્ત દવા મળી આવતા તે તમામના પરવાના રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૫ પેઢીઓના દવાના પરવાના ૧૫ દિવસ સુધી સ્થગિત કરવાના શિક્ષાત્મક પગલાં પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. 

કોડીન ઘટક ધરાવતી દવાનું વેચાણ દવાના પરવાના ન ધરાવતી પેઢીને પણ વેચાણ કરવામાં આવ્યું છે. આ રીતે વેચાણ કરવા બદલ નાર્કોટીક એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્ટ એક્ટ ૧૯૮૫ હેઠળ ગુનો બને છે. ઔષધ તંત્રના અધિકારી તથા નાર્કોટીક કન્ટ્રોલ બ્યુરો, અમદાવાદના અધિકારીઓ સાથે રહીને પાટણ તથા બહેરામપુરા, અમદાવાદ ખાતે રેડ કરવામાં આવી હતી. જેમાં મેસર્સ બાયોજીનેટીક ડ્રગ્ઝ પ્રા.લિ. સોલન, હિમાચલ પ્રદેશ દ્વારા ઉત્પાદીત SAFECOLD COUGH SYRUP નશાકારક દવાની કુલ ૪૨૩૫૨ x ૧૦૦ મીલી બોટલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજીત કિંમત આશરે રૂા.૪૬,૦૦,૦૦૦/- (છેતાલીસ લાખ) થવા જાય છે.