ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (આઈઆઈટી ગાંધીનગર)ના સંશોધનકારોની એક ટીમે સૌથી ભારે બાઈનરી ન્યુટ્રોન સ્ટાર સિસ્ટમ GW190425ની LIGO શોધમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ શોધના પરિણામો તાજેતરમાં જ હવાઈના હોનોલુલુમાં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની ૨૩૫મી બેઠકમાં જાહેર અને રજૂ કરવામાં આવ્યા હતા. આઈઆઈટી ગાંધીનગરની ટીમમાં પ્રોફેસર આનંદ સેનગુપ્તા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ફિઝિક્સ ની...