1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (10:20 IST)

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં કર્યો 3 ગણો વધારો, હવે માસિક ખાસ ભથ્થું આટલું અપાશે

bhupendra patel
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીબ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.હવે થી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦નું ખાસ ભથ્થું અપાશે.
 
મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ ૨૦૧૨ પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.
 
તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦ નું ખાસ ભથ્થું અપાશે.આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.૧૩-૯- ૨૦૨૨ થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે.