ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 મે 2023 (15:15 IST)

ગુજરાતમાં ભીષણ ગરમીથી ત્રાહિમામ, મે મહિનામાં હિટસ્ટ્રોકના 44 કેસ નોંધાયા

heat wave
ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે તેનુ રૌદ્ર સ્વરુપ બતાવતો જઇ રહ્યો છે. આકરી ગરમીના કારણે બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગરમીના કારણે થતી બીમારીઓના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. 108 ઈમરજન્સી દ્વારા આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં મે મહિનામાં 19 મે સુધી 44 હીટ સ્ટ્રોકનાં કેસ નોંધાયા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ રહ્યા બાદ અંતે મે મહિનામાં ઉનાળો આકરો બન્યો છે. મે મહિનામાં વધતી ગરમીના પગલે બીમારીઓ પણ વધી છે. મે મહિનામાં 19મી સુધી સૌથી વધુ અમદાવાદમાં આઠ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે.

જ્યારે પોરબંદરમાં સાત હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે. તો ભાવનગર, નર્મદા, સુરેન્દ્રનગર અને વડોદરામાં ત્રણ ત્રણ કેસ નોંધાયા છે. આણંદ, ખેડા અને પંચમહાલમાં હીટ સ્ટ્રોક બે બે કેસ નોંધાયા છે. અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહેસાણા, મહીસાગર, મોરબી, પાટણ, સુરત, ડાંગ અને વલસાડમાં એક એક કેસ નોંધાયા છે. ગરમી દરમિયાન હજુ પણ હીટ સ્ટ્રોકના કેસ વધવાની શક્યતા છે.અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં 2022માં 10 કેસ નોંધાયા હતા. જ્યારે માર્ચ 2023માં 9 કેસ નોંધાયા હતા. એપ્રિલ 2022માં 49 કેસ જ્યારે એપ્રિલ 2023માં 20 કેસ નોંધાયા છે. તેમજ મે 2022માં 17 કેસ જ્યારે 19 મે 2023 સુધી 44 કેસ નોંધાયા છે.