1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 મે 2022 (16:19 IST)

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ હજુ 3 રૂપિયા સુધી ઘટી શકે છે, વેટ ઘટાડવા સરકારની વિચારણા

petrol
કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ આ અઠવાડિયામાં જ 3 રૂપિયા સુધીના વેટ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. આ મામલે રાજ્ય સરકાર એ કવાયત હાથ ધરી છે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલનો રૂ.95.56 અને ડીઝલનો 93.10 રૂપિયા ભાવ છે.

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કોઈ રાહતનો નિર્ણય લે તેના પગલે ભાજપ શાસિત રાજ્યો પણ તેને અનુસરવા લાગતા હોય છે. પરંતુ આ વખતે બે દિવસ પછી પણ એકપણ ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડિઝલ પર કર ઘટાડો કર્યો ન હોવાનું ‘સૂચક’ છે. પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોવાથી ગુજરાત સરકાર પણ ભાવ ઘટાડો કરવા મથામણ કરી રહી છે, જેના અનુસંધાને વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલ માં 3 રૂપિયાની વધારાની રાહત આપી શકે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલીયમ ચીજોમાં થયેલા ભાવ વધારા ને કાબુમાં લેવા ટેક્સ ઘટાડવો જરૂરી હોવાના તારણો બાદ કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ તથા ડિઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં અનુક્રમે રૂ.8 તથા રૂ.6નો ઘટાડો જાહેર કર્યો હતો.

કેન્દ્રના એક્સાઇઝ ડ્યૂટી ઘટાડાના કદમ બાદ કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રએ વેટમાં પણ ઘટાડો જાહેર કરીને જનતા ને પેટ્રોલ ડીઝલમાં ભાવ માં રાહત આપી છે મહત્વની વાત એ છે કે વેટ ઘટાડો કરનારા ત્રણેય બીનભાજપી રાજ્યો છે. ભાજપ શાસિત રાજ્યોએ હજુ આ દિશામાં કોઈ નિર્ણય લીધો હતો.