ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ડિસેમ્બર 2019 (12:08 IST)

APMCમાં સરકાર ખેડૂતોને માલના સ્ટોરેજ માટે કોલ્ડસ્ટોરેજની સુવિધા આપે

કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં માલ વેચવા જનારા ખેડૂતોને તેના ઉત્પાદન ખર્ચ જેટલા પણ ભાવ ન મળે તેમ છતાંય ઉત્પાદન ખર્ચ કરતાં નીચી કિંમતે મજબૂરીથી માલ વેચી આવતા ખેડૂતોને કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં જ ગોદામ, વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજની સુવિધા આપી દેવામાં આવે તો ત્યાં તેમનો માલ મૂકીને તેઓ સારો ભાવ મળે ત્યાં સુધી રાહ જોઈ શકે છે.

પચાસ સો કિલોમીટર દૂરથી માલ લઈને આવતા ખેડૂતો માલ પાછો લઈ જવાને બદલે જે મળે તે ભાવે વેચીને આવતા હોવાથી વેપારીઓ તેનો ગેરલાભ લે છે. આ સિૃથતિ બદલવા માટે તેમને કૃષિ ઉત્પન્ન બજારમાં સ્ટોરેજની સુવિધા આપવામાં આવે તો તેમને જે મળે તે ભાવે માલ વેચી દેવાની ફરજ પડશે નહિ.
નાણાં મંત્રી નિર્મલા સીતારામને 2020-21ના બજેટ પૂર્વે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાના આયોજનને વધુ સંગીન ફલક પર લઈ જવા માટે સૂચનો મેળવવા દેશભરના ખેડૂત આગેવાનોની 17મી ડિસેમ્બરે બોલાવેલી બેઠકમાં વડોદરા જિલ્લા ખેડૂત સામાજિક કારોબારીના અધ્યક્ષે ઉપર મુજબની રજૂઆત કરી હતી.

ખેડૂતોને તેમની ઉપજના ઉત્પાદન ખર્ચ કરતાં વધુ રકમ મળે તે માટે એપીએમસીમાં બાકી રહેલી જગ્યામા દુકાનો પાડવાને બદલે ખેડૂતો માટે સુવિધા ઊભી કરવી વધુ જરૂરી હોવાનું સૂચન કરવામાં આવ્યું હતું.  ખેડૂતોને ખેતી કરવા માટે જોઈતા ઉપકરણો અને પાક લેવા માટે જોઈતા ખાતર સહિતના પ્રોડક્ટ્સ પર લેવામાં આવતા જીએસટી નાબૂદ કરી દેવામાં આવે તો પણ ખેડૂતોના ઉત્પાદન ખર્ચ ઘટી જાય અને આવકમાં વધારો થઈ શકે છે.
એપીએમસીમાં સક્રિય વચેટિયાઓને કારણે પણ ખેડૂતોને મળતા ભાવની સીમા બંધાઈ જાય છે. વચેટિયાઓ ખેડૂતો કરતાં વેપારીઓના હિતને વધુ સાચવતા હોવાથી વચેટિયાઓ અંગે યોગ્ય નિર્ણય લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વર્તમાન વ્યવસૃથાને પરિણામે ગ્રાહકોને પણ સસ્તુ નથી મળતું અને ખેડૂતોને પણ પૂરતા ભાવ મળતા નથી.  વન નેશન, વન ટેક્સની જેમ વન નેશન, વન માર્કેટને કૃષિ ઉપજ માટે સાકાર કરવા ઇનામના પોર્ટલમાં દેશની વધુ એપીએમસીને આવરી લેવામાં આવે તે જરૂરી ચે.
એપ્રિલ 2016થી પાટણ, બોટાદ, અને હિમ્મતનગરમાં એરંડા, ચણા અને ઘઉં જેવી વસ્તુઓ માટે ઇનામ પર સોદા કરવાનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીયકક્ષાએ આ માટે 585 મંડીઓને પસંદ કરવામાં આવી હતી. ગુજરાતની 40 એપીએમસીમાં ઇનામના પોર્ટલ પર સોદા ચાલુ કરાવ્યા હતા. ત્રીજા તબક્કામાં વધુ 39 મંડળીઓને આ પોર્ટલ માટે પસંદગી કરવામાં આવી હતી.
એપીએમસીની આ યોજનાના અમલીકરણમાં તકલીફો પડી રહી છે. આ તકલીફો દૂર કરવામાં આવે તે જરૂરી છે.ગુજરાતના બજારો પણ ઇ-ટ્રેડિંગમાં ભાગ લેતા નથી. આ  નવી ટેક્નોલોજીથી ખેડૂતોને લાભ થશે તે ખેડૂતોને ગળે ઉતારવામાં આવવું જોઈએ. તેમ કરવાથી લાંબે ગાળે તેમને લાભ થઈ શકશે.
ખેડૂતોને પાક વીમાના નાણાં ચૂકવવામાં વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવતા ધાંિધયા ચલાવવા જોઈએ નહિ. ખેડૂતોને સમયસર પાક વીમાના નાણાં મળી જાય તેવી વ્યવસૃથા કરવી જોઈેએ. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતોને જોઈએ તેવો લાભ મળ્યો નથી. સરકારના પ્રીમિયમના અબજો રૂપિયા એળે જઈ રહ્યા છે.