1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (09:11 IST)

ગુજરાતમાંથી 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જશે

More than 50 thousand devotees from Gujarat will go on Amarnath Yatra
પવિત્ર અમરનાથ યાત્રાનો ૩૦ જૂનથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. બે વર્ષ બાદ અમરનાથ યાત્રા યોજાઇ રહી હોવાથી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. માત્ર ગુજરાતમાંથી ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આ વખતે અમરનાથમાં બાબા બર્ફાનાની દર્શન માટે ઉમટશે. અમરનાથ યાત્રા આ વખતે ૩૦ જૂનથી ૧૧ ઓગસ્ટ સુધી યોજાશે. કોરોનાને કારણે બે વર્ષથી અમરનાથ યાત્રા યોજાઇ શકી નહોતી.

આ વખતે અમરનાથ યાત્રાની જાહેરાત કરવામાં આવતાં જ ઓનલાઇન, પોસ્ટલ માધ્યમથી શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રાએ જનારા માટે ફિટનેસ સર્ટિફિટે લેવું ફરજીયાત છે. ગુજરાતમાંથી ૯૬ સરકારી હોસ્પિટલ-મેડિકલ કોલેજને તેના માટે માન્યતા આપવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓના કાંડે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએપઆઇડી)થી સજ્જ કરાશે, જેથી તેમનું લોકેશન મળતું રહે. આ ઉપરાંત દરેક શ્રદ્ધાળુને રૃપિયા પાંચ લાખના વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવશે.ટૂર ઓપરેટર મનિષ શર્માએ જણાવ્યું કે, ' આ વખતે ચાર ધામ યાત્રા બાદ અમરનાથ યાત્રા માટે પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. અમરનાથ યાત્રાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ઈન્ક્વાયરીનો પ્રારંભ થઇ ગયો છે.  અમારે ત્યાંથી જ અત્યારસુધીમાં ૪૫૦થી વધુ બૂકિંગ થઇ ચૂક્યા છે. વિવિધ જથ્થાઓ તેમજ ટૂર ઓપરેટર્સ દ્વારા ગુજરાતમાંથી જ ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ પહોંચે તેવો અંદાજ છે.