ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જુલાઈ 2021 (08:27 IST)

ભરૂચમાંથી રોજગારી માટે સાઉથ આફ્રિકા ગયેલા લોકોની દુકાનો-મોલમાં નિગ્રોની તોડફોડ

ભરૂચ જિલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયાં છે. ત્યારે છેલ્લાં ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા આતંક મચાવાઇ રહ્યો છે. દુકાનો-મોલમાં લૂટફાટ ચલાવવા સાથે તોડફોડ કરી નુકશાન કરાઇ રહ્યું છે. જેમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ભરૂચના લોકોના પરિવારોમાં ચિંતાના વાદળો છવાયાં છે. ભરૂચમાં રહેતાં પરિવારજનો પોતાના સ્વજનોને સતત ફોન કરી તેમના ખબર-અંતર પુછી રાહત અનુભવી રહ્યાં છે.

ભરૂચ જિલ્લામાંથી 65થી વધુ ગામના પરિવારો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. સાઉથ આફ્રિકાના વિવિધ શહેરોમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની સહિતના આસપાસના મુસ્લિમબાહુલ ગામોના હજારો પરિવારો સ્થાયી થયાં છે. મોટાભાગના ગુજરાતી પરિવારો દુકાનો અને ગોડાઉનો ધરાવે છે. જોકે, છેલ્લાં ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ભરૂચના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા ત્રણ દિવસથી હિંસક વાતાવરણ સર્જી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાની સહિતના એશિયાયી મુળના લોકોની દુકાનોમાં તોડફોડ કરાઇ રહી છે.

ભરૂચમાંથી સાઉથ આફ્રિકા ગયેલાં લોકોના ભરૂચમાં રહેતાં પરિવારજનો હાલમાં ઘટનાને પગલે ચિંતાતુર બન્યાં છે. અને સતત પોતાના સ્વજનોને ફોન કરી તેના ખબર અંતર પુછી રહ્યાં છે. સાઉથ આફ્રિકામાં છાસવારે લૂંટના ઇરાદે થતાં હૂમલામાં ભરૂચના સેંકડો લોકોની ભુતકાળમાં હત્યા થઇ છે. ત્યારે હાલમાં સર્જાયેલી હિંસામાં ત્યાં રહેતાં લોકોની સુરક્ષાને લઇને લોકો ચિંતીત બન્યાં છે. રોજગારી અર્થે ભરૂચ સહિત ભારતના વિવિધ રાજ્યના તેમજ અન્ય એશિયાયી દેશોના લોકો સ્થાયી થયાં છે. જોકે, સાઉથ આફ્રિકામાં છાસવારે લૂંટના ઇરાદે નિગ્રો લોકોના હુમલામાં ભરૂચ જિલ્લાના 50થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે હાલમાં સર્જાયેલી હિંસામાં પણ એશિયાના લોકોની મિલકતોને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવા મળી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા જેલમાં ધકેલવાને કારણે દેશના બે પ્રાંતના ગૌટેંગ અને ક્વાઝુલુ-નાતાલ પ્રાંતોમાં હિંસામાં ફાટી નિકળી છે. જેમાં અત્યાર સુધીમાં 72 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જોકે, હિંસાને રોકવા માટે સૈન્યને પણ ઉતારવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે. ભરૂચ જિલ્લામાંથી અનેક પરિવારો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. સાઉથ આફ્રિકાના ગીયાની શહેરમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની તથા આસપાસના ગામોના 125થી વધારે પરિવારો સ્થાયી થયાં છે. મોટાભાગના ગુજરાતી પરિવારો ગીયાનીમાં દુકાનો અને ગોડાઉનો ધરાવે છે. ત્યારે પાંચ વર્ષ પહેલાં એક ગુજરાતી વેપારીને ત્યાં લૂંટ કરવા આવેલાં લૂંટારૂઓ સાથે ઝપાઝપી થતાં એક લૂંટારૂનું મોત થયું હતું. સ્થાનિક નિગ્રોના મોત બાદ આખા શહેરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી.