શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (20:22 IST)

10 વર્ષની અનીશાને મળ્યા વડાપ્રધાન; બાળકીએ પૂછ્યું- તમે રાષ્ટ્રપતિ ક્યારે બનશો, જે સવાલ પર ખડખડાટ હસી પડ્યા મોદી

મહારાષ્ટ્રમાં રહેતી 10 વર્ષની અનીશા પાટિલ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. અનિશાએ મેઇલ કરીને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મેઇલને લઈને વડાપ્રધાન મોદીનું આમંત્રણ અનિશાને મળ્યું હતું. અનિશાની પાસે વડાપ્રધાનને પૂછવા માટે અનેક સવાલ હતા. અનીશાના દરેક સવાલના જવાબ PMએ આપ્યા હતા. વાતચીતમાં બાળકીએ પૂછ્યું કે તમે રાષ્ટ્રપતિ ક્યારે બનશો. આ સવાલ સાંભળીને વડાપ્રધાન પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.
 
અહમદનગરની અનીશા કોઈ સામાન્ય પરિવારની નથી, તેના પિતા ડૉ. સુજય વિખે પાટિલ સાંસદ છે. દાદા રાધાકૃષ્ણ વિખે પાટિલ પણ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી રહી ચુક્યા છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા છે. અનીશા છેલ્લાં ઘણાં મહિનાથી વડાપ્રધાન મોદીને મળવા માગતી હતી. પેરેન્ટ્સ તેને સમજાવતા રહ્યાં કે PMનું શિડ્યુલ ઘણું જ બિઝી હોય છે અને તે લગભગ મળવાનો સમય આપી પણ ન શકે.
 
મેઇલનો જવાબ મળ્યો- દોડીને મળવા આવી જા દીકરી
પેરેન્ટ્સે અનીશાનું ન સાંભળ્યું તો નાની બાળકીએ પોતાના પિતાના લેપટોપથી વડાપ્રધાનને એક ઇ-મેઇલ કર્યો હતો. મેઇલમાં અનીશાએ લખ્યું, 'હેલ્લો સર, હું છું અનીશા અને સાચે જ આવીને તમને મળવા માંગુ છું.' થોડા દિવસ પછી તે મેઇલનો જવાબ આવ્યો તો અનીશાને પોતાનું સપનું પૂરું થશે તેવું લાગ્યું.
 
PM તરફથી જે મેઇલ આવ્યો તેમાં લખવામાં આવ્યું હતું કે, 'દોડીને આવી જા દીકરી' જ્યારે વિખે પાટિલ પરિવાર સંસદ પહોંચ્યો તો PM મોદીનો પહેલો સવાલ હતો કે અનીશા ક્યાં છે? જે બાદ અનીશાએ PM મોદીને મળવાને લઈને ખુશી વ્યક્ત કરી.
 
10 મિનિટ સુધી ચાલી PM અને અનીશા વચ્ચેની મુલાકાત
અનીશાની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત લગભગ 10 મિનિટ સુધી ચાલી. PMએ તેને ચોકલેટ આપી. અનીશાના મનમાં વડાપ્રધાનને લઈને જેટલાં પણ સવાલ હતા, તેને તે બધાં જ પૂછી લીધા હતા. અનીશાએ PMને પૂછ્યું કે- શું તમે અહીં બેસો છો?, શું આ તમારી ઓફિસ છે?, આ કેટલી મોટી ઓફિસ છે?
 
જેના જવાબમાં PM મોદીએ કહ્યું કે આ મારી પરમેનેન્ટ ઓફિસ નથી. હું તમને મળવા આવ્યો હતો કેમકે તમે અહીં આવ્યા હતા. PM મોદી જવાબ આપી રહ્યાં તે દરમિયાન અનીશાએ ફરી પૂછ્યું કે, શું તમે ગુજરાતથી છો? તમે રાષ્ટ્રપતિ ક્યારે બનશો? આ સવાલ પૂછતાંની સાથે જ વડાપ્રધાન મોદી ખડખડાટ હસી પડ્યા હતા.