બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (15:32 IST)

અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ વિડિયો વાયરલ, નવગણ ઠાકોરે જમીન હડપવાનો આરોપ લગાવ્યો

ઠાકોર એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર પર એક ઠાકોર યુવાને જ આકરા આક્ષેપો કર્યાં છે. તેણે અલ્પેશના કાર્યોની એક પત્રિકાઓ પણ ફરતી કરી છે. આ યુવાને અલ્પેશ પર જમીન પચાવી પાડવા ઉપરાંત તે બહુરૂપિ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. રાજકારણમાં નહીં જવાની જાહેરાત કરી હાલ રાજકીય પક્ષો સાથે ભાવતાલ કરતાં અલ્પેશ ઠાકોર સામે માંડલ જિલ્લાના સીતાપુરના વતની નવગણ ઠાકોરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર જે મોટી વાતો કરે છે તે તમામ ખોટી અને પાયાવિહોણી છે.

તેણે મારી જમીન પચાવી પાડી છે જેનો હાલ કોર્ટમાં કેસ પણ ચાલુ છે. નવઘણજીએ વઘુમાં એક પત્રિકા પણ છપાવીને તેમાં અલ્પેશ ઠાકોરને બહુરૂપિ તરીકે દર્શાવાયો છે. તેણે એકતાના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, પત્રિકામાં અલ્પેશના નામે સમાજને સચેત રહેવાની વાત પણ કરી છે.