ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (14:48 IST)

અમદાવાદમાં ચાવાળાએ શહીદ થયેલા જવાનોને અલગ જ રીતે શ્રધ્ધાંજલિ આપી

અમદાવાદમાં એક ચાવાળાએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને અલગ જ રીતે શ્રધ્ધાંજલિ આપી છે. આ ચાવાળા લલિત ભાઈએ આખો દિવસ ચાની કિટલી ચાલુ રાખશે અને તેને થતો નફો તે શહીદોનાં પરિવારને આપશે.લલિતભાઇએ અમારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'આજનાાં એક દિવસ માટે મને જે કંઇ પણ નફો થશે તે હું શહીદોનાં પરિવારને મદદ કરીશ. મને તેમની પર ગર્વ છે. હું આ મદદથી શહીદોનાં પરિવારને જે કંઇ પણ મદદ મળશે તેનાથી મને ખુશી મળશે. હું અત્યારે તો આજનો નફો મારી બેંકનાં ખાતામાં જમા કરાવીશ પછી શહીદનાં પરિવારને ચેક દ્વારા આપીશ. 'તેમણે આગળ જણાવતા કહ્યું કે, 'આટલી ચા રોજ નથી વેચાતી પરંતુ આજે વધારે વેચાઇ છે. લોકોએ પણ આ વિચારને વધાવ્યો છે.'ચાવાળાની આસપાસનાં લોકો પણ તેને મદદ કરી રહ્યાં હતાં.