શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (09:26 IST)

વડોદરામાં ભરબપોરે ફાણીફૂટ ફાયરિંગ: 3થી વધુ લોકોને ઇજા

શહેરમાં વધતા જતા લુખ્ખાતત્વોને ડામવા માટે તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગુજરાત સરકાર નવા કાયદોને અમલમાં મુકી શાંતિ અને સલામતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે વડોદરાના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે ભરબપોરે જૂથ અથડામણની ઘટનામાં ગોળીબાર થયો હોવાનું સામે છે. જેમાં સશસ્ત્ર હુમલા, પથ્થરમારા અને ગોળીબારની ઘટનામાં ત્રણથી વધુ વ્યક્તિઓ ઘાયલ થઇ હતી. 
 
ત્રણ જેટલી કારમાં આવેલા કેટલા તોફાની તત્વોએ આડેધડ ફાણીફૂટ ફાયરિંગ કર્યું હતું. જેને લીધે એક્સપ્રેસ હાઇવેથી મુંબઇ જતાં માર્ગ પર પાંચ કિલોમીટર જેટલો ટ્રાફીક જામ થઇ ગયો હતો. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર દુમાડ ચોકડી પાસે ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી માટે છેલ્લા કેટલાક સમયથી બે જૂથ વચ્ચે લડાઇ ચાલી રહી છે. જેને લઇને વીસથી પચીસ જેટલા લોકો કારમાં દુમડ ચોકડી પાસે આવ્યા હતા. પથ્થરમારો કરીને શસ્ત્રો વડે હુમલા શરૂ કરી દીધો તો કેટલાકે તો આડેધડ ગોળીબાર પણ શરૂ કરી દીધા હતા. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી.  
 
હુમલાખોરો દ્વારા ભરવાડ સમાજના કેટલાક યુવાનોને ટારગેટ બનાવવામાં આવ્યા હોવાની વાતો વહેતી થતાં હુમલાખોરોને પાઠ ભણાવવા તેમના સમર્થકોના પણ ટોળા ધસી ગયા હતા. વાતાવરણ અત્યંત તંગ બની ગયુ હોવાની પોલીસને જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે સ્થળ પર ધસી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વડોદરા સારવાર માટે ખસેડ્યા હતા. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર સાવલી ખાતે ઈંટોના ભઠ્ઠાના માલિકે મજૂરોને એક લાખ રૂપિયા આપીને વડોદરા મોકલ્યા હતા. જે નાણાં ગાયબ થઇ થતાં તકરાર થઇ હતી, ત્યારબાદ ગાડીમા આવેલા લઘુમતી કોમના શખ્સોએ ભરવાડો ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ગાડી વડોદરા શહેર તરફ ભાગી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે પર લગભગ પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.