1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (16:21 IST)

મેટ્રોમાં ફરવા થઈ જાઓ તૈયાર: નવરાત્રીમાં ગુજરાતને મોટી ભેટ આપશે વડાપ્રધાન મોદી

અમદાવાદ મેટ્રોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, શહેરીજનો પણ મેટ્રો શરુ થાય તો ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે મેટ્રોને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મેટ્રો રૂટના ફેઝ-1નું ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે.


CMRSના અધિકારીઓ દ્વારા ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરનું અંતિમ ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. અમદાવાદને નવરાત્રી પર મેટ્રો ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે.એક રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં નવરાત્રીમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટરા સુધી અને વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરી શકાશે. અવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા હશે. જ્યારે અન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં APMCથી વસ્ત્રાલ સુધીની ટિકિટ 25 રૂપિયા હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું ભાડું પણ 25 રૂપિયા જ હશે.અમદાવાદમાં મેટ્રો ટ્રેનને દોડતી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ઉત્તર અને દક્ષિણ અમદાવાદને જોડતા રૂટનું ચીફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું છે. CMRS દ્વારા જે પરીક્ષણ કરવામાં આવ્યું છે તે પછી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તેનું પાલન કરીને આગામી અઠવાડિયે ફાઈનલ રિપોર્ટ જમા કરાવવામાં આવશે.