ગુજરાતમાં વરસાદની ફરીવાર ધમાકેદાર બેટિંગઃ અરવલ્લીમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ

rain in  indore
ગાંધીનગર| Last Modified શનિવાર, 31 ઑગસ્ટ 2019 (14:42 IST)

જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘમહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે અનેક રોડ પાણીથી ભરાઇ ગયા છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ સામે આવી હતી. તો બીજી બાજુ મોડાસાના દધાલીયા ગામે મૂશળધાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેને પગલે રાવળ ફળીયાના 6 જેટલા મકાનોમાં પાણી ઘુસતા રાવળ મણાભાઈ સોમાભાઈનું મકાન ધરાશાયી થયું હતું. તેમજ પૂરની સ્થિતિને પગલે એક મહિલા પાણીના વહેણમાં તણાઈ હતી. તેમજ આસપાસના 15થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને મોતીપુર નજીક કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.

આ ઉપરાંત મોડાસા શહેરમાં પણ ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અરવલ્લીનાં ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઇ સહિત ગામડાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 1 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.હજી 02 સપ્ટેમ્બર સુધી ગુજરાત સૌરાષ્ટ્રનાં ભાગોમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે


આ પણ વાંચો :