1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (14:43 IST)

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લા અને 52 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી. પરંતુ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકાઓમાં 92.57 મી.મી. વરસાદ થયો છે. તે ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 11.02 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં બે દિવસથી બફારો અનુભવાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 11.25 મી.મી વરસાદ થયો છે. જ્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાનાં ગામડામાં રોજેરોજ ધીમી ધારનાં વરસાદી માહોલનાં પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત રહેતા ચોમાસુ જામ્યું છે. સાપુતારા સહિત આહવાની તળેટીય જંગલ વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગિરિકન્દ્રાઓ ઉપર ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા પ્રકૃતિ ખીલી ઉઠી હતી. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 116 મી.મી વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ નવસારી, મહિસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, દાહોદ, તાપી, છોટા ઉદેપુર, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, અને ભરુચસહિતના જિલ્લામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. મંગળવારે સવારના સમયે ઉત્તર-પશ્ચિમી અરબી સમુદ્રમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. આગામી દિવસોમાં વરસાદ વધુને વધુ જોર પકડશે અને પવનની ઝડપ પણ સામાન્ય કરતા વધુ રહેશે. રાજકોટમાં મોસમનો 7 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે સવારની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 92.57 એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 11.02 ટકા જેટલો થવા જાય છે. કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 12.28 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 10.28 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 9.50 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 11.25 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, 19 જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યુ છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 1 લાખ 50 હજાર 627 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 45.09 ટકા છે. રાજયનાં 206 જળાશયોમાં બે લાખ 6 હજાર 910 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 37.14 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 04 જળાશય છે. જ્યારે એલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્નીગ ૫ર 07 જળાશય છે. NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં એસ.ડી.આર.એફ, સી.ડબલ્યુ.સી., ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ. ના અધિકારીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.