શુક્રવાર, 18 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શનિવાર, 2 જુલાઈ 2022 (09:18 IST)

અમિત શાહે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહને વાસણિયા મહાદેવ દર્શન કરવા બોલાવ્યા

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરી ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે. અષાઢી બીજે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના પૈતૃક વતનમાં આવેલા વાસણિયા મહાદેવનાં દર્શને બોલાવ્યા હતા. પાછલા એક સપ્તાહમાં આ નવાં સમીકરણ ઊભાં થયાં છે. પોતાની ડામાડોળ રાજકીય કારકિર્દીને કિનારે લાવવા મહેન્દ્રસિંહે આમ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.આ દરમિયાન તેમની સાથે ગાંધીનગર જિલ્લાના આગેવાન અને શંકરસિંહ વાઘેલાના એક સમયના ખૂબ નજીકના ગણાતા હરિભાઇ ચૌધરી પણ હાજર હતા.

2018માં મહેન્દ્રસિંહ અમિત શાહના હસ્તે જ કેસરિયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા, પરંતુ પિતા શંકરસિંહ નારાજ થતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. એ પછી 2019ની મહેન્દ્રસિંહને ભાજપ ટિકિટ આપશે એવી વાતો પણ વહેતી થઇ હતી.