શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત: , ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (10:50 IST)

સુરત: પહેલા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, ત્યારબાદ પરિવારજનોએ શિક્ષકને ધોઇ નાખ્યો

સુરતમા શિક્ષક અને વિદ્યાર્થીના પરિવારજનો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. શિક્ષકે પહેતા વિદ્યાર્થીને ઘાતકી રીતે માર માર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીના પરિવારજનોએ બદલાની ભાવનાથી શિક્ષકની સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટટાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટના સૂરતના યોગી ચોક વિસ્તારમાં સ્થિત આશાદીપ સ્કૂલની છે.
 
આશાદીપ સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત વિપુલભાઇ ગજેરાએ 12માં ધોરણમાં અભ્યાસ કરતા 17 વર્ષિય વિદ્યાર્થીને ઘાતકી રીતે માર માર્યો હતો. વિદ્યાર્થીએ માર માર્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ત્યારબાદ વિદ્યાર્થીના પરિવારજનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને પરિવારજનોએ શિક્ષકને પણ માર માર્યો હતો.
 
સ્કૂલમાં બનેલી આ ઘટનાને લઇને સ્કૂલ સંચાલક મહેશભાઇ રામાણીએ કહ્યું કે, શિક્ષકે ભૂલ કરી છે. જેથી તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થીના પરિવારજનોએ શિક્ષકની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો જોઇએ નહીં.
 
ત્યારે વિદ્યાર્થીના પિતા, પરેશભાઇ લાખાણીએ સ્કૂલ પર આરોપ લગાવતા કહ્યું કે, મારા પુત્રને શિક્ષકે ખરાબ રીતે માર માર્યો હતો. જે કારણે શિક્ષકને માર માર્યો છે. શિક્ષક અને વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.