મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (15:37 IST)

આજથી સુરત માટે બસ સેવા શરૂ, આ તારીખથી વોલ્વો AC બસ દોડશે

કોરોનાની મહામારીમાં એસટી બસ સેવા પણ બંધ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ અનલોક 1થી (unlock-1) ધીમધીમે બસનું સંચાલન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાના વધતા કેરને લઇને સુરત એસટી ડેપો પર આવતી જતી તમામ એસટી બસોને 7 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. જે બસ સેવા હવે આજથી ફરી શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે પ્રતિદિવસ સુરત એસ.ટી.ડેપો પરથી 1100 જેટલી ટ્રીપો મારવામાં આવે છે.
 
તો બીજી તરફ 22 ઓગસ્ટથી વોલ્વો એસી બસ સર્વિસનું સંચાલન કરવામાં આવશે. જેમાં નહેરુનગર-વડોદરા, અમદાવાદ-રાજકોટ, નહેરુનગર-નવસારી રૂટ શરૂ કરાશે. તેમજ એસસી સીટરની કુલ 13 બસ અમદાવાદ-ડીસા, અમદાવાદ-ભાવનગર, અમદાવાદ-મોરબી, ગાંધીનગર-અમરેલી રૂટ પર દોડાવવામાં આવશે.
 
એસસી સ્લીપર ના કુલ 10 બસ ગાંધીનગર-દ્વારકા, ગાંધીનગર-સોમનાથ, ગાંધીનગર-દિવ, ગાંધીનગર-ભુજ,ભુજ-વડોદરા રૂટ પર સંચાલન શરૂ થશે. એસટી નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું છે કે એસટી નિગમ દ્વારા 22 ઓગસ્ટથી પ્રથમ તબક્કામાં 40 પ્રીમિયમ બસ સેવાનું સંચાલન શરૂ કરવામાં આવશે.
 
જેના કારણ મુસાફરોને સારી સુવિધા મળી રહેશે. જોકે એસટી નિગમ દ્વારા રાજ્યમાં એસટી બસ સેવા શરૂ કરાઇ હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે આંતરરાજ્ય એસટી બસ સેવાનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું હતું.પરંતુ રાજસ્થાન જતી એસટી બસ સેવાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે.