તળાજા નજીક શેત્રુંજી નજીક કાર અને આઇસર વચ્ચે કરૂણ અકસ્માત- ઘટના સ્થળે જ 4 લોકોનાં મોત
ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ બનતા રહે છે અને આ માર્ગ અકસ્માતોમાં નિર્દોષ વ્યક્તિઓ પણ પોતાનો જીવ ગુમાવે છે. આજે ભાવનગરમાં એક ગોજારો અકસ્માત સર્જાયો છે. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો 4 લોકોના કરૂણ મોત નીપજ્યાં.
ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર-તળાજા હાઈવે પર અકસ્મત સર્જાયો હતો. ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ચાર લોકો મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના કરુણ મોત નિપજતા શોકનો માહોલ પ્રસર્યો છે. આ ઘટનામાં ભોગ બનનારોમાં બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ લોકોના સ્થળ પર જ્યારે એક પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તરત જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનું પડીકું વળી ગયું હતું. કારના આગળના બોનેટથી લઈને સમગ્ર કારનો કચરઘાણ વળી ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાજાના શેત્રુંજી નદીના પુલ પરથી પસાર થઇ રહેલી કારને એવી ગંભીર ટક્કર વાગી હતી કે, કારમાં બેસેલા ચારે- ચાર વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે મહિલાઓ અને બે પુરુષોનાં મોત થયાં હતાં. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મહુવાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યુ છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.