શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ઑક્ટોબર 2023 (17:22 IST)

ભાવનગરમાં પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યાં

Two children drowned
Two children drowned
ભાવનગરમાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે માસુમ બાળકો ડૂબી જવાથી મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને બાળકોના મૃતદેહને કાઢ્યા હતાં.ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સીદસર રોડ પર સ્થિત હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં શિવમ મોરબીયા અને સતીષ ઠાકર નામના બે બાળકો ન્હાવા પડતાં તેઓ અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતાં. ત્યાર બાદ તંત્રને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે પાણીના ખાડામાં બંને બાળકોની શોધખોળ હાથ ધરીને તેમના મૃતદેહો બહાર કાઢ્યા હતાં.

આ ઘટનાની જાણ બંને બાળકોના માતાપિતાને કરતાં તેઓ ભારે આક્રંદ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.