1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (17:07 IST)

સોશિયલ મીડિયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો શેર કરી મોબાઈલમાં સ્ટોર કરનાર યુવકની અટકાયત

કેન્દ્ર સરકાર દ્વારા સાયબર ક્રાઈમ અગેન્સ વુમન એન્ડ ચિલ્ડ્રન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામે કડક કાર્યવાહી કરવા સુચનાને પગલે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરતા અને મોબાઈલમાં સ્ટોર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે છે.

અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમની ટીમે માણેકચોકમાં રહેતા યુવક સામે ચાઈલ્ડ પોર્નો ગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર અને મોબાઈલમાં રાખવા બદલ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.  સાયબર ક્રાઈમ અગેન્સ વુમન એન્ડ ચિલ્ડ્રન પોર્ટલ અંતર્ગત નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થા સોશિયલ મીડિયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ટીપ સરકારને આપે છે. જે અંતર્ગત ગુજરાત પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવે છે.

સીઆઇડી ક્રાઇમ સેલ તરફથી અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયામાં મેસેન્જર પરથી એક ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા માણેકચોકમાં કંસારાની પોળના નાકે રહેતા નિખિલ કંસારાએ શેર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે નિખિલની અટકાયત કરી અને મોબાઈલમાં તપાસ કરતા ટીપ મુજબ શેર કરેલો વીડિયો મળી આવ્યો ન હતો પરંતુ આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી અન્ય ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળી આવ્યા હતા. જેથી અમદાવાદ સાયબર ક્રાઈમ રેન્જ પોલીસે નિખિલ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.