ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર, , બુધવાર, 27 જૂન 2018 (11:27 IST)

ખેલો ઈન્ડીયા (દિવ્યાંગ) નેશનલ ચેમ્પીયનશીપનું ગાંધીનગર, ગુજરાત ખાતે આયોજન

મિનીસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઈન્ડીયા નોર્મલ રમતોવીરો માટે આયોજન થયું હતું જેના અનુસંધાને દિવ્યાંગ રમતવીરો માટે ખેલો ઈન્ડીયા આયોજન કરવામાં આવે છે. મિનીસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઈન્ડીયામાં જિલ્લા રમતોત્સવ, રાજ્ય રમતોત્સવનું આયોજન દરેક રાજ્યોમાં કરવામાં આવેલ હતું. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત ખેલો ઈન્ડીયા નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન માનસિકક્ષતિ ધરાવતા દિવ્યાંગ રમતવીરો માટે કરવામાં આવી રહયું છે જેની સંપૂર્ણ જવાબદારી સ્પેશ્યલ ઓલિમ્પિકસ ભારત-ગુજરાત ને આપવામાં આવી છે. 

ખેલો ઈન્ડીયા (દિવ્યાંગ) નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન તા.૦૫/૦૭/૨૦૧૮ થી તા.૦૯/૦૭/૨૦૧૮ દરમ્યાન ગુજરાત નેશનલ લો યુનીવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. સ્પર્ધાની ઓપનીંગ સેરેમની તા.૦૬/૦૭/૨૦૧૮ ના રોજ સાંજે ૭.૦૦ વાગે ગુજરાત નેશનલ લો યુનીવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્રારા દિવ્યાંગ રમતવીરો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન, ખેલ મહાકુંભમાં વિજેતા દિવ્યાંગ રમતવીરોઓને રોકડ પુરસ્કાર, પ્રતિભા શાલી રમતવીરોને અને ખેલ પ્રતિભા પુરસ્કાર, નેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સહાય આપવામાં આવે છે.   

દિવ્યાંગ રમતવીરો માટે ખેલ મહાકુંભ સાથે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરાયેલ. તેઓને શક્ય તેટલી વધુ તકો પૂરી પાડવી જેથી તેઓ તેમની પ્રતિભા ઝળકાવી શકે. પદક કે કપ જીતવો એ આપણા દેશ માટે મોટી ભેટ ગણી શકાય. સાથે સાથે રમતના મેદાનમાં પ્રાપ્ત થયેલ સફળતા રાષ્ટ્રના ગૌરવ સાથે સીધી રીતે જોડાયેલ છે. સ્પેશ્યલ ખેલ મહાકુંભ દ્રારા વિજેતા દિવ્યાંગ રમતોવીરોને રોકડ પુરસ્કાર, મેડલ, ટિ – શર્ટ અને ટ્રેકશુટ આપવામાં આવે છે. તદઉપરાંત દિવ્યાંગો માટે ગુજરાત સરકારશ્રી દ્રારા ખેલકૂદ માટે નવી સ્પોર્ટસ પોલિસી – ૨૦૧૬ અમલમાં મૂકવામાં આવી છે જેમાં આ સ્પોર્ટસ પોલિસીમાં સરકારશ્રીએ દિવ્યાંગ રમતવીરો ની પણ વિશેષ કાળજી રાખી તેમને સ્થાન આપી સમાવેશ કર્યો છે. જે ખૂબ જ ઉમદા કાર્ય છે. જેના અંતર્ગત હવેથી વધુમાં વધુ દિવ્યાંગ રમતવીરો ગુજરાતના ખેલકૂદ રમતોત્સવમાં ભાગ લેશે અને પોતાના આગવા કૌશલ્ય દ્રારા પોતાની કારકિર્દી ઘડવાના અથાગ પ્રયત્નો કરી પોતાનું ઉમદા પ્રભુત્વ દેખાડી સફળતા મેળવી ગુજરાત રાજયનું નામ માત્ર ગુજરાત પૂરતું જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉજ્જવળ કરશે. 

સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારતના આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બીહાર, છતીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરાલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મનિપુર, નાગાલેન્ડ, ઓડિશા, પોડિંચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલાંગાંણાં, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ અને વેસ્ટ બંગાલ એમ કુલ ૨૬ રાજયોમાંથી ખેલો ઈન્ડીયા(દિવ્યાંગ)માં રાજય સ્તરે વિજેતા રમતવીરો ખેલો ઈન્ડીયા નેશનલ ચેમ્પીયનશીપમાં રમતોવીરો ૪૪૮ ભાઈઓ અને ૨૨૦ બહેનો ભાગ લેશે. આ દિવ્યાંગ રમતવીરો સાથે કોચ ૧૦૫ ભાઈઓ અને ૬૩ બહેનો, ૨૫૦ ઓફિશ્યલ, ૨૦૦ વોલિન્ટીર્યસ, ૧૦૦ ઓર્ગેનાઈસીંગ મળીને કુલ ૧૩૮૬આ ચેમ્પીયનશીપમાં ભાગ લેવા જઈ રહયાં છે.