બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2020 (14:14 IST)

ગુજરાતમાં 50 હજારથી વધુ નાના વેપારીઓના ધંધા બંધ થાય તેવી શક્યતાઓ

ગુજરાતના સાડા ચાર લાખ સહિત દેશના ૧૬ કરોડથી વધુ નાના ટ્રેડર્સ અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે. આ વેપારીઓ રોજનો દેશમાં ૧૫,૦૦૦ કરોડનો ધંધો કરતા હોય છે. હવે કોરોના ને કારણે અમલમાં આવેલા લોક ડાઉનને કારણે નાના વેપારીઓ સ્થિતિ દયનીય બની રહી છે દેશભરમાં 10 ટકા વેપારીઓને ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના ૫૦,૦૦૦થી વધુ નાના વેપારીઓને જો સરકારને યોગ્ય સહાય ન મળ્યો તો આગામી દિવસમાં પોતાનો ધંધો બંધ કરશે તેમ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ના પ્રમોદ ભગતે જણાવ્યું હતું. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અગ્રણી પ્રમોદ ભગતના જણાવ્યા મુજબ કોરોના ની મહામારી વચ્ચે નાના વેપારીઓએ જીવના જોખમે પણ સરકારના આદેશ મુજબ જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી લોકોને મદદરૂપ બન્યા છે બીજી તરફ લાખો નાના વેપારીઓને દુકાનો બંધ હોવાથી તેમને એક રૂપિયાની પણ આવક થઈ નથી તેમ છતાં તેમના ફિક્સ ખર્ચ  જેમ કે વ્યાજ દુકાન નું ભાડું બેંકના આપતા કર્મચારીઓનો પગાર વગેરે તો ચાલુ જ છે જેને પગલે તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. 10% વેપારીઓ એવા છે કે જેમને એક મહિના સુધી ધંધો બંધ રહે તો માથે દેવું થઈ જવાથી તેમને પોતાનો ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જો આ પરિસ્થિતિમાં સરકાર નાના ટ્રેડર્સ ને મદદ ન કરે તો ચોક્કસ ૧૦ ટકાથી વધુ એટલે કે માત્ર ગુજરાતમાં જ ૫૦,૦૦૦થી વધુ નાના વેપારીઓએ પોતાનો ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.