સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 22 જુલાઈ 2020 (09:02 IST)

કોરોના વૈક્સીનના ડિસેમ્બર સુધી 30 કરોડ ડોઝ તૈયાર થશે, તેમાથી અડધા ભારતના રહેશે

- વૈક્સીન બની તો ભારતમાં કિમંત 1000ની આસપાસ રહેશે 
- સરકાર નક્કી કરશે કે શરૂઆતમાં વૈક્સીન કોણે મળશે 
 
કોરોના વાયરસ રોગચાળાને રોકવાની સૌથી મોટી આશા ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી દ્વારા જાગી છે.  આ રસી પર માનવ પરિક્ષણ ચાલી રહ્યુ  છે અને ટ્રાયલમાં વધુ સારા પરિણામો બહાર આવ્યા છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસી ભારતમાં પણ બનાવવામાં આવશે.
 
ઑક્સફર્ડ  રસી પર, ટીવી ટુડે નેટવર્કના ન્યૂઝ ડિરેક્ટર રાહુલ કંવલે ઓક્સફર્ડ વેકસીન ગ્રુપના ડિરેક્ટર એન્ડ્ર્યુ જે પોલાર્ડ અને પૂના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઈન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલા સાથે વાત કરી હતી.
 
સીરમ ઇન્સ્ટિટ્યૂટના કાર્યકારી ડાયરેક્ટર ડો. રાજીબ ઢોરેએ કહ્યું કે, “અમે મોટા પાયે રસીનું ઉત્પાદન કર્યું છે. હાલમાં રસી માત્ર સપ્લાઈ કરવામાં આવનારી શીશીઓમાં ભરવાની બાકી છે. અમને આશા છે કે, ડિસેમ્બર સુધી કોરોનાની રસી બની શકે છે. ”
 
ડો. ઢેરેએ આગળ કહ્યું કે, અમે દર સપ્તાહે કોરોનાની રસીના લાકો ડોઝ તૈયાર કરવાના છીએ. આવનારા સમયમાં ઓક્સફોર્ડવાળી રસીના અબજો ડોઝ અમે તૈયાર કરી લેશું. તેમણે કહ્યું કે, એક વખત અમે ભારત સરકારને સુરક્ષા અને ક્લીનિકલ ટ્રાયલનો ડેટા આપીશું તો નવેમ્બર સુધી અમને લાઇસન્સ મળી જશે.
 
સીરમ ઇન્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ આદર પૂનાવાલાએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, તેના માટે તેમણે 20 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આ નિર્ણય લેવામાં માત્ર અડધા કલાકનો સમય લાગ્યો. આદર પૂનાલાવાલા અનુસાર રસીની બજારમાં કિંમત અંદાજે 1000 રૂપિયાની આસપાસ હશે. પોતાના નિર્મય વિશે તેમણે કહ્યું કે, દેશની સેવા કરવી સૌથી મોટું કર્તવ્ય હોય છે. આ નિર્મયથી દેશનું ભલું થશે. જણાવીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે.
 
સાથે ભારતમાં આ રસી ઉત્પન્ન કરવા જઈ રહેલા પૂના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે અમે આ રસી મોટા પાયે ઉત્પન્ન કરવા જઈ રહ્યા છીએ અને આ અઠવાડિયે અમે રસી માટે પરવાનગી લેવા જઈ રહ્યા છીએ. પૂનાવાલાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં અમે ઓક્સફોર્ડ વેકસીન કોવિશિલ્ડના 300-400 મિલિયન ડોઝ બનાવી શકીશું.