રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 18 માર્ચ 2018 (23:42 IST)

Video Ind. V/s Ban. Final - બાગ્લાદેશ ન કરી શક્યું નાગિન ડાન્સ, ભારતે 4 વિકેટથી હરાવ્યું

નિદાહસં ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે ભારતનો ચાર વિકેટે શાનદાર વિજય :રસાકસી ભરી ફાઇનલ મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં વિજય ફટકો ફટકાર્યો:  ભારે રોમાંચક બનલી મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં જીતવા 12 રન અને 1 બોલમાં 5 રનની જરૂર હતી. પરંતુ સૌમ્ય સરકારની ઓવરમાં છેલ્લા બોલ પર દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી. ભારત તરફથી રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દિનેશ કાર્તિકે માત્ર 8 બોલમાં 29 રન બનાવી ભારતને જીત અપાવી હતી.
 
નિદાહાસ કપ T-20 ટ્રાઇ સીરિઝની ફાઇનલ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 166 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શબ્બીર રહેમાને સર્વાધિક 77 રનનું યોગદાન આપ્યું હતું. શબ્બીરે ટી-20 કરિયરની ચોથી અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી ચહલે 3 વિકેટ લીધી હતી. જયદેવ ઉનડકટને 2 સફળતા મળી હતી. વોશિંગ્ટન સુંદરે પણ 1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના 2 ક્રિકેટર રન આઉટ થયા હતા.