શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 જૂન 2022 (15:06 IST)

ઈગ્લેંડ વિરુદ્ધ ટીમ ઈંડિયાની તૈયારીઓને લાગી શકે છે ઝટકો, કોહલી પણ થઈ ચુક્યા છે કોરોના સંક્રમિત - રિપોર્ટ

virat kohli
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે કે, વિરાટ કોહલી માલદીવથી પરત પહોંચ્યા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો, પરંતુ લંડન પહોંચ્યા બાદ આની પુષ્ટી થઇ. પરંતુ હાલમાં તે આ બિમારીમાંથી બહાર નીકળી ગયો છે અને રમવા માટે પુરેપુરો ફિટ છે. રિપોર્ટનુ માનીએ તો રવિચંદ્રન અશ્વિન પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા કોરોનાથી સંક્રમિત થયો હતો, એટલા માટે તેને સાથી ખેલાડીઓની સાથે જવાનો ઇનકાર કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે  ભારત અને ઈંગ્લેન્ડ આવતા મહિને બર્મિંગહામમાં રમાનારી એકમાત્ર ટેસ્ટમાં સામસામે ટકરાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા 24 જૂનથી લીસેસ્ટર કાઉન્ટી ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમશે. આ માટે ભારતીય ખેલાડીઓ પણ લીસેસ્ટર પહોંચી ગયા છે, પરંતુ આ મેચ પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગયા અઠવાડિયે લંડન પહોંચેલ વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતો. જો કે, હવે તે સ્વસ્થ છે. 
 
આ ખેલાડીઓ પણ પહોંચ્યા હતા- 
કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને શ્રેયસ અય્યર સિવાય અન્ય તમામ ખેલાડીઓ 16 જૂને લંડન પહોંચ્યા હતા. આ પછી હિટમેન 18 જૂને લંડન પહોંચ્યો હતો. હવે તમામ ખેલાડીઓ લેસ્ટર પહોંચી ગયા છે. અહીં ટીમ ઈન્ડિયા 24 જૂનથી કાઉન્ટી ટીમ લેસ્ટર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. તે જ સમયે, આફ્રિકા શ્રેણી સમાપ્ત થયા પછી, કોચ દ્રવિડ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત સોમવારે લેસ્ટર પહોંચ્યા છે.