1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (15:49 IST)

ગોરખપુર: સગીર બાળકી પર બળાત્કાર, કેસ નોંધાયો

ગોરખપુર જિલ્લાના બરહાલગંજ વિસ્તારના એક ગામમાં ઘર પાસે રમતી સાત વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપી પણ સગીર છે. ઘટના બાદ આરોપી ગામ છોડીને ફરાર છે. પોલીસે કેસ નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
 
મળતી માહિતી મુજબ, બાળકી રવિવારે સાંજે ઘરની બહાર રમી રહી હતી. દરમિયાન, ગામનો એક 14 વર્ષીય કિશોર છોકરીને ફસાવીને એક માડી (ઝૂંપડી)માં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. રાત્રે બાળકીને સુવા માટે આવેલી માતાએ લોહીલુહાણ જોતા તેના હોશ ઉડી ગયા હતા.
 
માતાના પૂછવા પર ડરી ગયેલી બાળકીએ આખી ઘટના જણાવી. આ પછી પરિવારના સભ્યો મૌ જિલ્લાના મધુબન પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં ખબર પડી કે ગામ સરહદી વિસ્તારમાં છે, પણ બરહાલગંજમાં આવે છે. આ પછી, બરહાલગંજ પોલીસને માહિતી આપવામાં આવી.
 
પોલીસે તાત્કાલિક કેસ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી હતી. ઈન્સ્પેક્ટર ઉમેશ બાજપાઈએ કહ્યું કે તપાસ ચાલી રહી છે. આરોપીની ઉંમર 14 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. તેની શોધખોળ ચાલુ છે.