Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો
Amul Milk Price Hike: મોંઘવારીના મારનો સામનો કરી રહેલા લોકોને વધુ એક મોટો ફટકો પડ્યો છે. દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. મોંઘવારી વચ્ચે અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.
અમૂલ ગોલ્ડ મિલ્કમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં આ વધારો આવતીકાલ એટલે કે સોમવારથી અમલી બનશે.
જાણી લો અમૂલ દૂધનાં નવા રેટ
દૂધ |
કેટલું |
કિંમત (રૂપિયામાં) |
અમૂલ બફેલો મિલ્ક |
500 મિલી |
36 |
અમૂલ બફેલો મિલ્ક |
1 લિટર |
71 |
અમૂલ ગોલ્ડ મિલ્ક |
500 મિલી |
33 |
અમૂલ ગોલ્ડ મિલ્ક |
1 લિટર |
66 |
અમૂલ શક્તિ મિલ્ક |
500 મિલી |
30 |
અમૂલ ટી સ્પેશિયલ |
500 મિલી |
31 |
અમૂલ ટી સ્પેશિયલ |
1 લિટર |
62 |
અમૂલ ગાય મિલ્ક |
500 મિલી |
28 |
અમૂલ દેશી A2 ગાયનું દૂધ |
500 મિલી |
33 |
અમૂલ તાઝા |
500 મિલી |
10 |
અમૂલ ચાય માઝા |
500 ML |
27 |
અમૂલ ચાય માઝા |
1 લિટર |
54 |
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ |
500 મિલી |
24 |
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ |
1 લિટર |
47 |
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ |
200 મિલી |
10 |
આ ઉપરાંત અમૂલ તાઝા અડધા લિટરની કિંમત 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ શક્તિ અડધા લિટરની કિંમત 29 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવી છે. અમૂલ તાઝા સ્મોલ સેચેટ સિવાય તમામના ભાવમાં પ્રતિ લીટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લીટર 56 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા અને અમૂલ ટી-સ્પેશિયલની કિંમત 62 રૂપિયા પ્રતિ લિટર હશે.
'અમૂલ' બ્રાન્ડ હેઠળ દૂધ અને ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરતા GCMMFના એમડી જયેન મહેતાએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ઉત્પાદનના વધેલા ખર્ચની ભરપાઈ કરવા માટે આ વધારો જરૂરી છે.