માત્ર 11000 રૂપિયામાં બુક કરાવી શકો છો Maruti MPV XL 6, કિમંત 9.79 લાખ રૂપિયા

Maruti MPV XL 6
Last Modified ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (10:26 IST)
મારૂતિ સુઝુકીએ પોતાની પ્રીમિયમ MPV XL 6ને બજારમાં લોંચ કરી દીધી.
જેને 9.79 લાખ રૂપિયાની શરૂઆતી કિમંત સાથે બજારમાં ઉતારવામાં આવી છે.
કંપનીએ તેનુ બુકિંગ પહેલાથી જ શરૂ કરી દીધુ હતુ. કંપની મુજબ તેને નેક્સા શોરૂમ પર 11000 રૂપિયામાં બુક કરાવી શકાય છે.

6 સીટર પ્રીમિયમ MPV (મલ્ટી પરપઝ વ્હીકલ) છે.

MPV XL 6ને હાઈબ્રિડ પ્રણાલીવાળા પેટ્રોલ એંજિન સાથે ઉતારવામાં આવ્યુ છે. લુકની વાત કરીએ તો એમપીવી એક્સએલ6 કંપનીની 7 સીટવાળી આર્ટિગા પર આધારિત છે.

કારને નેક્સા ગ્રાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. એક્સએલ 6ના મૈનુઅલ સંસ્કરણ(જેટા)ની રૂપિયા અને (અલ્ફા)ની 10.36 લાખ રૂપિયા છે. જ્યારે કે ઑટોમેટિક મૉડલની કિમંત 10.89 લાખ અને 11.46 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

વધારાના ફિચરના રૂપમાં કંપનીએ
MPV XL 6 એલઈડી હૈડલૈપ, ડે-ટાઈમ રનિંગ એલઈડી લાઈટ, સેકંડ રો કૈપ્ટન સીટ અને બ્લેક લૈધર અપહોલ્સ્ટ્રી જેવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો :