ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified બુધવાર, 6 ઑક્ટોબર 2021 (10:00 IST)

Petrol-Diesel Rates, 6th October 2021: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવાર એટલે કે 6 ઓક્ટોબરે

Petrol-Diesel Rates, 6th October 2021 ફરીથી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) 30 પૈસા અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ આજે સીધું 52 પૈસા મોંઘું થઈ ગયું છે, બીજી તરફ ડીઝલનો ભાવ 49 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. 24 સપ્ટેમ્બરગથી ફરી એક વાર ઈંધણના ભાવમાં વધારો (Fuel Rates Hike) થવાની શરૂઆત થઈ હતી. આજના વધારા બાદ દેશમાં ડીઝલની કિંમતોમાં 2.80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વૃદ્ધિ થઈ છે.
 
પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 6th October 2021)
>> દિલ્હી પેટ્રોલ 102.94 રૂપિયા અને ડીઝલ 91.42 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 108.96 રૂપિયા અને ડીઝલ 99.17 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 100.49 રૂપિયા અને ડીઝલ 95.93 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 103.65 રૂપિયા અને ડીઝલ 94.53 રૂપિયા પ્રતિ લીટર