ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 12 જૂન 2024 (18:59 IST)

Kuwait Fire : મંગાફ શહેરની બિલ્ડિંગમાં ભીષણ આગથી 40 ભારતીયોના મોતના સમાચાર, પીએમ મોદી અને વિદેશ મંત્રીએ વ્યક્ત કર્યુ દુ:ખ

Kuwait fire
Kuwait fire
Kuwait Fire:   વિયેતનામના મંગાફ શહેરમાં એક ઈમારતમાં લાગેલી આગમાં 40 લોકોના મોત થયા છે. આમાં ઘણા ભારતીયોના પણ મોત થવાની આશંકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે આ ઘટનાના સમાચારથી તેઓ ખૂબ જ આઘાતમાં છે. અહેવાલ છે કે 40 થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂતો કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલ થયેલા લોકોના ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં સંબંધિત તમામ પક્ષકારોને સંપૂર્ણ સહાય પૂરી પાડશે. આ માટે હેલ્પલાઈન નંબર +965-65505246 પણ રજુ  કરવામાં આવ્યો છે.





ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા  
કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર
આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું- આજે ભારતીય લોકો સાથે બનેલી દુ:ખદ દુર્ઘટનાના સંદર્ભમાં એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર છે: +965-65505246. સંબંધિત અપડેટ્સ માટે આ હેલ્પલાઈન નંબર સાથે જોડાઓ. એમ્બેસી તમને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
 
કુવૈતના એક વરિષ્ઠ પોલીસ કમાન્ડરે જણાવ્યું કે એક જ રૂમમાં કેટલાય લોકો રહે છે. આ મજૂરો પૈસા બચાવવા માટે આવું કરે છે. આને લઈને સમય-સમય પર ચેતાવણી પણ આપવામાં આવે છે કે જાણકારી વગર બિલ્ડિંગમાં કોઈ ન રહે.
 
કુવૈતના ભારતીય દૂતાવાસ અનુસાર કુવૈતની વસતિના 21% (10 લાખ) લોકો ભારતીય છે જ્યારે 30% કર્મચારીઓ (આશરે 9 લાખ) ભારતીયો છે. કુવૈત, આશરે 42 લાખની વસતિ ધરાવતો દેશ છે. જે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો જાણીતો તેલ ભંડાર ધરાવે છે. રાષ્ટ્રમાં અગાઉ ભૂતકાળમાં સમાન ઘટનાઓનો બનેલી છે, જેમાં 2022માં ઓઇલ રિફાઇનરીમાં લાગેલી આગનો સમાવેશ થાય છે જેમાં ઘણી જાનહાનિ થઈ હતી