હેડફોન લગાવીને ગીત સાંભળવા પડ્યા ભારે, યુવકનુ મોત
મધ્યપ્રદેશના બૈતૂલ જીલ્લાના સારણી પોલીસ મથકમાં ગ્રામ જાજલપુરમાં એક યુવક મોબાઈલ ચાર્જ પર લગાવીને હેડફોન પર ગીત સાંભળી રહ્યો હતો. એ દરમિયાન વીજળીના બોર્ડમાંથી નીકળી રહેલ અન્ય તારનો કરંટ હેડફોન પર આવી ગયો જેનાથી તેના કરંટના ચપેટમાં આવતા તેનુ મોત થઈ ગયુ છે.
પોલીસ સૂત્રો મુજબ સુનીલ(27) ગઈકાલે મોબાઈલ ચાર્જ પર લગાવ્યા પછી હેડફોન કાન પર લગાવીને ગીત સાંભળી રહ્યો હતો. આ દરમિયાન બોર્ડ પરથી નીકળતા અન્ય ખુલ્લા તારના સંપર્કમાં આવવાથી તેમને કરંટ લાગી ગયો. કાનમાં હેડફોન લગાવ્યો હોવાથી તેના બંને કાન બળી ગયા. તેને તરત જ ઘોડાડોંગરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ત્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે પ્રકરણ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.