મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

પ્રેમ પરીક્ષા

મંગળવાર,માર્ચ 10, 2009
0
1

સાજન

સોમવાર,માર્ચ 9, 2009
સજી સોળે શણગાર છોડી પિયરના દ્વાર, વધુ સાજનના ઘરમાં આવી છે રંગીન સપનાં સજાવી, દિલમાં પ્રીતમને વસાવી તે ખુશીઓની ભેટ લાવી છે
1
2

પ્રિયતમા

સોમવાર,માર્ચ 9, 2009
તેના હાસ્યનો રણકાર તેના આગમનનો અહેસાસ છે, તેની ઝાંઝરનો ઝંકાર ખુશીનો ઈશારો છે, નથી મળી નજરોથી નજર તો શુ થયુ બંગળીની ખણખણ મને બોલાવવાનો ઈશારો છે
2
3

મિત્રતા

સોમવાર,માર્ચ 9, 2009
તારી મિત્રતા અમે એ રીતે નિભાવીશુ કે તુ રોજ ઝધડીશ અમે રોજ મનાવીશુ, બસ તુ માની જજે મારા મનાવવાથી નહી તો આ ભીની આંખો લઈને અમે ક્યાં જઈશુ
3
4

પ્રેમનો વરસાદ

સોમવાર,માર્ચ 9, 2009
ઉજ્જડ મારી જીંદગી તેના પ્રેમના વરસાદથી લીલીછમ થઈ ગઈ, ફૂટી પ્રેમની કૂંપળો તો જીંદગી મારી બાગબાગ થઈ ગઈ
4
4
5

નજરની શરમ

શુક્રવાર,માર્ચ 6, 2009
કાલ સુધી લાગતા હતા ઉદાસ આજે લાગી રહ્યા છો ખાસ, નજરોની શરમ બતાવી રહી છે કોઈ તો છે તમારી આસપાસ
5
6

કિનારો

શુક્રવાર,માર્ચ 6, 2009
જીવનમા બસ એક તારો પ્રેમ મળી જાય તો મને જીવનની જંગમાં જીત મળી જાય, આમ તો જીવનમાં ઘણી છે ખુશીઓ, પણ તુ મળી જાય તો મારી ડોલતી નાવને કિનારો મળી જાય
6
7

બેવફાઈ

શુક્રવાર,માર્ચ 6, 2009
તેમની બેવફાઈથી જીંદગી બદનામ થઈ ગઈ, એવી વસૂલી કરી એણે પ્રેમની કે મારી કબર પણ લીલામ થઈ ગઈ
7
8

ખુશી

ગુરુવાર,માર્ચ 5, 2009
ખુશી તેમને નથી મળતી જે જીંદગીને પોતાની શરતો મુજબ જીવે છે, ખુશી તેમને મળે છે જે બીજાની ખુશી માટે પોતાની જીંદગી જ બદલી નાખે છે
8
8
9

મૈત્રીનો વીમો

ગુરુવાર,માર્ચ 5, 2009
દોસ્તી એ કોઈ વોશિંગ પાવડર નથી કે વાપરવાથી ધોવાઈ જાય, દોસ્તી એ વીમા પોલીસી છે જે જીવન સાથે અને જીંદગી પછી પણ પણ કામ લાગે છે.
9
10

અહેસાસ

ગુરુવાર,માર્ચ 5, 2009
જીવનની દરેક પળમાં નવોજ અહેસાસ છે, મારા દિલમાં તમારી જગ્યા ખાસ છે ભલે સમય કરી દે દૂર ગમે તેટલા તમે છો સદા પાસે જ એવો આભાસ છે
10
11

સુખ દુ:ખ

ગુરુવાર,માર્ચ 5, 2009
મળી જાય જો સાચો સાથી તો પ્રેમમાં ખુશી છે સાથી માટે કાંઈક કરવાની તડપ છે અને સુખ છે, પણ વાગે ઠોકર જો પ્રેમમાં તો આંસુ, બદનામી અને દુ:ખ પણ છે
11
12

જોવાની ઈચ્છા

મંગળવાર,માર્ચ 3, 2009
પ્રેમ થયો છે જ્યારથી દિલને નાચવાનુ મન થાય છે, પાંખો લગાવી કલ્પનાની ઉડવાનું મન થાય છે, જેને હમણાં જ મળી લીધુ તેને વારંવાર જોવાનુ મન થાય છે
12
13

પ્રીતમનો રૂમાલ

મંગળવાર,માર્ચ 3, 2009
મળ્યો છે જ્યારથી પ્રીતમનો રૂમાલ, હવે તમે જ કહો શુ થશે આ દિલના હાલ ઉપરથી જુઓ રૂમાલમાં લખેલ મારા નામની કમાલ, શાંત દિલની અંદર મચી ગઈ છે ધમાલ
13
14

પ્રેમની ગેમ

મંગળવાર,માર્ચ 3, 2009
ના કરો પ્રેમ પ્રેમ, જીવનમાં મસ્તી લાવવાની આ કોઈ નથી રમુજી ગેમ, થોડા દિવસ જીંદગી રંગીન લાગશે પછી કરશો ખુદ પર શેમ શેમ
14
15

પ્રેમનો રસ્તો

મંગળવાર,માર્ચ 3, 2009
દુનિયા કહે છે ના જા, ના જા પ્રેમના પથમાં બદનામી છે કાંટા છે, પણ દિલ કહે છે જા... જા... કોઈએ તારા ભરોસે રસ્તામાં પાંપણો બીછાવી છે
15
16

દોસ્તી

સોમવાર,માર્ચ 2, 2009
દુનિયાના ભૌતિકસુખમાં એ દોસ્ત તુ મને આજે ભૂલી ગયો છે, પરંતુ જ્યારે પણ વાત નીકળે છે દોસ્તીની તુ મને યાદ આવી જાય છે.
16
17

સાચા પ્રેમી

સોમવાર,માર્ચ 2, 2009
પ્રેમ એ કરતાં નથી જે દુનિયાની ચિંતા કરે છે, બીજા પર મરતા નથી જે ખુદને પ્રેમ કરે છે એ પ્રેમી કદી મળતા નથી જે બદનામીની ચિંતા કરે છે.
17
18

મિત્રતા

સોમવાર,માર્ચ 2, 2009
તારી મારી મિત્રતામાં ઈશ્વરે શુ અજાયબી મુકી છે, જ્યાં જઈએ ત્યાં એક ઓળખાણની છાપ રાખી મૂકી છે
18
19

તારો સાથ

સોમવાર,માર્ચ 2, 2009
તુ જો બને હમસફર તો આ જીંદગી સફળ થઈ જશે, તારો હાથ હશે મારા હાથમાં તો યાત્રા સરળ થઈ જશે કેવી રીતે જીવીશ હુ આ જીવનમાં જો સાથ આપણો અધૂરો રહી જશે
19