શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (17:59 IST)

5 મિનિટમાં આ રીત બનાવો લીલા મરચાનો ઈંસ્ટેંટ અથાણું

લીલા મરચાં ભોજનનો સ્વાદ વધારવાનો કામ કરે છે સાથે જ તેનો અથાણુ પણ સ્વાદમાં ચાર ચાંદ લગાવી નાખે છે તેથી ઘણી વાર મરચાનો અથાણુ નાખવુ કોઈ પરેશાનીનો કામ લાગે છે પણ આજે અમે તમને જણાવી રહ્યા છે લીલા મરચાંનો ઈંસ્ટેંટ અથાણાની રેસીપી 
250 ગ્રામ લીલા મરચાં 
2 ટીસ્પૂન મેથી 
 
2 ટીસ્પૂન રાઈ 
2 ટીસ્પૂન વરિયાળી 
8-10 કાળી મરી 
 
 
2 ટીસ્પૂન જીરું 
ચપટી અજમા 
1/2 ટીસ્પૂન હળદર 
2 ટીસ્પૂન અમચૂર પા ઉડર 
1/2 કપ સરસવનુ તેલ
સ્વાદપ્રમાણે સંચણ 
સ્વાદ પ્રમાણે મીઠું
 
 
- સૌથી પહેલા લીલા મરચાંને ધોઈને સાફ કરી લો. 
- પછી તેમાં વચ્ચેથી કાપી લો. 
- મધ્યમ તાપમાં એક પેનમાં રાઈ, કાળી મરી, વરિયાળી, મેથી, જીરું નાખી 1-2 મિનિટ સુધી ડ્રાઈ રોસ્ટ કરી લો. 
-હવે તેને ગ્રાઈંડર જારમાં વાટી લો. 
- બીજી બાજુ મધ્યમ તાપ પર પેનમાં તેલ નાખી ગરમ કરવા માટે મૂકો. 
- એક વાસણમાં બધા લીલા મરચાં નાખી દો.  
- તેમાં વાટેલું મસાલો, અજમા, હળદર પાઉડર, સંચણ, સાદું મીઠું અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરો. 
- ગરમ કરેલ તેલને પૂર્ણ રીતે ઠંડુ કરી તેમાં લીલા મરચાં નાખી મિક્સ કરી લો. 
- તૈયાર છે લીલા મરચાંનો ઈંસ્ટેંટ અથાણુ તેને કંટેનરમાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો.